પાકિસ્તાનના કબજામાં રહેલી પોરબંદર સહિત રાજ્યની 1200 ફિશિંગ બોટ અને 550 માછીમારોને મુક્ત કરવા માગ ઉઠી છે.ફિશિંગ બોટ પાકિસ્તાનના કબજામાં હોવાથી માછીમારોની સ્થિતિ દયનીય બની છે. ઘર ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે. જેમાં દરિયામાં માછલી નથી તો ફિશિંગમાં જવા માટે ખર્ચ વધતો જાય છે. જેના કારણે માછીમારોની બોટો કિનારા પર લાંગરી દેવામાં આવી છે..એટલું જ નહીં ફિશિંગમાં જતી બોટ અને માછીમારોનું પાકિસ્તાન અપહરણ કરતું હોવાથી માછીમારોને ભય સતાવી રહ્યો છે.જો સરકાર બોટ મુક્ત કરાવે તો રોજગારીમાં વધારો થાય તેવી આશા માછીમારો રાખીને બેઠા છે.
થોડા વર્ષથી રાહત પેકેજ બંધ થતાં મત્સ્યધોગ પણ મૃતપાય અવસ્થામાં
તો બીજી તરફ બોટ એસોસિએશનના પ્રમુખનું કહેવું છે કે પાકિસ્તાનના કબજા રહેલી 1200થી વધુ ફિશિંગ બોટમાંથી મોટાભાગની હરાજી થઈ ગઇ છે..પણ કેટલીક બોટોનો ખોટી જગ્યાએ વપરાશ થતો હોવાની દહેશત છે..એટલું જ નહીં પહેલા બોટનું પાકિસ્તાન અપહરણ કરે તો સરકાર રાહત પેકેજ આપતી હતી.પણ થોડા વર્ષથી રાહત પેકેજ બંધ થતાં મત્સ્યધોગ પણ મૃતપાય અવસ્થામાં છે.
આ પણ વાંચો : Gujarati Video: લોકસાહિત્યકાર દેવાયત ખવડની વધી મુશ્કેલી, કોર્ટે વચગાળાની જામીન અરજી ફગાવી