Gujarati Video: કબૂતરબાજીના મુખ્ય સૂત્રધાર બોબી પટેલની રેગ્યુલર જામીન માટેની અરજી ગ્રામ્ય સેશન્સ કોર્ટ ફગાવી

|

Feb 07, 2023 | 10:21 PM

Ahmedabad: કબૂતરબાજ બોબી પટેલને ગ્રામ્ય સેશન્સ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. બોબી પટેલની રેગ્યુલર જામીન માટેની અરજી કોર્ટ ફગાવી છે. કેસની તપાસ ચાલુ હોવાથી કોર્ટે જામીન અરજી ફગાવી છે.

લોકોને વિદેશ મોકલવાના કબૂતરબાજીના મુખ્ય સૂત્રધાર બોબી પટેલે કોર્ટમાં રેગ્યુલર જામીન માટેની અરજી હતી.ગ્રામ્ય સેશન્સ કોર્ટે આ અરજી ફગાવી છે. કોર્ટે ટાંક્યુ છે કે કેસની તપાસ ચાલુ હોવાથી જામીન આપી શકાય નહીં. સમગ્ર મામલે સોલા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. બોબી પટેલ સહિત તેના 18 સાગરિતો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી.

જેમાં અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર, મુંબઈ, દિલ્હી અને અમેરિકાના એજન્ટો સામે ફરિયાદ થઈ હતી. બોબી પટેલ પાસેથી 79 પાસપોર્ટ મળ્યા હોવાની સરકારની રજૂઆત હતી. પાસપોર્ટ બનાવવા માટે બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કર્યો હતો.

ગેરકાયદે રીતે અમેરિકા મોકલવાના કબૂરબાજીના કૌભાંડના મુખ્ય સૂત્રધાર ભરત ઉર્ફે બોબી રામભાઈ પટેલની ચાંદલોડિયા ખાતેની ઓફિસમાંથી મળી આવેલા 79 પાસપોર્ટમાંથી 5 પાસપોર્ટ નકલી હોવાનું પુરવાર થયું છે. જેના આધારે બોબી સહિત અમદાવાદના 4, ગાંધીનગરના 4, મુંબઈના 3, દિલ્હીના 5 અને અમેરિકાના 1 વ્યક્તિ મળીને 18 લોકો સામે વધુ એક ગુનો સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે.

આ પણ વાંચો: ડિંગુચાના 4 લોકોના કેનેડા-અમેરિકા બોર્ડર પર મોતના કેસમાં કેનેડાની સુરક્ષા એજન્સીઓના ગુજરાતમાં ધામા, ડીજીપીએ તપાસની વિગતો આપી

બોબી અને તેના સાગરીતો વિરુદ્ધ ક્રાઈમ બ્રાંચમાં નોંધાયેલા ગુનાની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપવામાં આવી હતી. જેમાં પોલીસે તેની ઓફિસમાંથી પાસપોર્ટ, વિઝા તેમજ તે માટે જરુરી ડોકયુમેન્ટસ કબજે કર્યા હતા. જેથી બોબી સહિતના આરોપીઓ સામે સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં કબૂતરબાજીનો બીજો ગુનો નોંધવામાં આવ્યો છે.

Next Video