Gujarati Video : સુરત વાસીઓને 2400 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ મળી

|

Jan 28, 2023 | 11:49 PM

સુરત વાસીઓને 2400 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ મળી છે. જેમાં ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે એક હજાર 334 કરોડના ખર્ચે સાકાર થયેલા નવા વહીવટી ભવનનું ખાતમુહૂર્ત કર્યું છે. આ દેશનું સૌથી ઊંચું 27 માળનું સરકારી ઓફિસ બિલ્ડીંગ છે. જે દેશભરનું સૌથી હાઈટેક સરકારી ભવન પણ છે

Gujarati Video : સુરત વાસીઓને 2400 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ મળી
Surat CM Bhupendra Patel

Follow us on

સુરત વાસીઓને 2400 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ મળી છે. જેમાં ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે એક હજાર 334 કરોડના ખર્ચે સાકાર થયેલા નવા વહીવટી ભવનનું ખાતમુહૂર્ત કર્યું છે. આ દેશનું સૌથી ઊંચું 27 માળનું સરકારી ઓફિસ બિલ્ડીંગ છે. જે દેશભરનું સૌથી હાઈટેક સરકારી ભવન પણ છે. આ સરકારી ભવનનો કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને સુરત મહાનગરપાલિકા સંયુક્ત ઉપયોગ કરશે. જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે 293 કરોડના ખર્ચે જહાંગીરપુરા-પીસાદમાં 1534 તથા 1290 આવાસનું લોકાર્પણ કર્યું હતું.

જેમાં ટીપી-44 જહાંગીરાબાદમાં 984 આવાસ, અલથાણમાં 300 આવાસ ખુલ્લા મુક્યા હતા. આ ઉપરાંત સુરતમાં વધુ 27 ઇલેક્ટ્રિક બસને લીલી ઝંડી બતાવી હતી. સુરતના મુગલીસરામાં ફાયર સ્ટાફ ક્વાટર્સ અને લિંબાયતમાં 2 આંગણવાડીનું પણ લોકાર્પણ કર્યું હતું.

સુરત મહાનગરપાલિકાની વિકાસલક્ષી કામગીરીને બિરદાવતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે, સુરતે શહેરીકરણ, સ્વચ્છતા અને માળખાકીય સુવિધાઓના ક્ષેત્રે સફળ કામગીરી કરી બતાવી છે. સુરત વિશ્વ કક્ષાનું શહેર બને એ માટે પાલિકાનું નવા આઇકોનિક ભવન સહિત ડુમસ સી ફેઝ પ્રોજેક્ટ અને ઈકોટુરિઝમ, તાપી શુદ્ધિકરણ, તાપી નદી પર બહુહેતુક કન્વેન્શન બેરેજ, ફ્લડ પ્રોટેક્શન વોલ, નવું ગાંધીસ્મૃતિ ભવન ઓડિટોરીયમ, શહીદ સ્મારક, સ્મીમેર હોસ્પિટલ વિસ્તરણનું કાર્ય, સ્કૂલોના રિનોવેશન અને નવી શાળાઓનું બાંધકામ જેવા વિકાસ પ્રકલ્પો પ્રગતિમાં છે,

IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024

જેમાં  પ્રોજેક્ટસ ઝડપભેર પૂર્ણ થાય એ દિશામાં સુનિયોજિત કાર્ય થઈ રહ્યું છે. જનસુવિધા વધારતા પ્રકલ્પો ઝડપભેર પૂર્ણ કરવા માટે સુરત મહાનગરપાલિકાને સહાયરૂપ થવા રાજ્ય સરકાર સદાય તત્પર હોવાનું તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું.

આ પણ વાંચો : સુરતમાં બેફામ સિટી બસનો કહેર, 25 વર્ષની યુવતીના પગ પર પૈડા ફરી વળતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત

Published On - 8:12 pm, Sat, 28 January 23

Next Article