Gujarati Video: વિધર્મી યુવક દ્વારા આપત્તિજનક ટિપ્પણીના વિરોધમાં પડધરીના લોકોએ કર્યો ચક્કાજામ, પાળ્યો સ્વયંભુ બંધ

|

Jun 02, 2023 | 10:14 PM

Rajkot: રાજકોટમાં વિધર્મી યુવકે આપત્તિજનક ટિપ્પણી કરવા મુદ્દે ઉગ્ર રોષ ફેલાયો છે. આ ટિપ્પણીના વિરોધમાં પડધરી ગામના લોકોએ સ્વયંભુ બંધ પાળી રોષ વ્યક્ત કર્યો હતો. પોલીસને આવેદન આપી કડક કાર્યવાહીની માગ કરી હતી.

Rajkot રાજકોટમાં વિધર્મી યુવક દ્વારા આપત્તિજનક ટિપ્પણી કરવા મુદ્દે ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. રાજકોટના પડધરી ગામના સ્થાનિકોએ સ્વયંભૂ બંધ પાળી રોષ વ્યક્ત કર્યો હતો. આ અંગે ગામ લોકોએ પોલીસને આવેદન પત્ર આપી કડક કાર્યવહીની માગ કરી હતી. રોષે ભરાયેલા લોકોએ રાજકોટ-જામનગર હાઇવે પર ચક્કાજામ કર્યો હતો. જો કે પોલીસે સમજાવટથી રસ્તો ખૂલ્લો કર્યો હતો. ગઇકાલે સોશિયલ મીડિયામાં હિન્દુ દેવી દેવતા વિરૂદ્ધ વિધર્મી યુવકે ટિપ્પણી કરી હતી. પોલીસે ગુનો નોંધી વિધર્મી યુવકની અટકાયત કરી છે. સ્થાનિકો દ્રારા ટિપ્પણી કરનારનું સરઘસ કાઢવાની પણ માગ કરાઈ છે.

રાજકોટ-જામનગર હાઇ-વે પર ચક્કાજામ કરવામાં આવ્યો

મળતી માહિતી મુજબ પડધરીમાં એક શખ્સે હિંદુ દેવી-દેવતા વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરી હતી. ઘટનાને પગલે પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી હતી. રોષે ભરાયેલા સ્થાનિકોએ આરોપીને કડકમાં કડક સજા આપવાની સાથે જાહેરમાં સરઘસ કાઢી સરભરા કરવાની માગ કરી હતી. રોષે ભરાયેલા ટોળાએ રાજકોટ જામનગર હાઈવે પર ચક્કાજામ કર્યો તો. અંદાજે 15 મિનિટ સુધી હાઈવે બાધિત રહ્યો હતો. બાદમાં પોલીસની સમજાવટથી મામલો થાળે પડ્યો હતો.

આ પણ વાંચો : Gujarati Video : બાબા બાગેશ્વરે રાજકોટમાં BAPS સ્વામિનારાયણ મંદિરની લીધી મુલાકાત, મંદિરમાં નીલકંઠવર્ણીનો અભિષેક કર્યો

સ્થાનિક અગ્રણીના જણાવ્યા મુજબ આરોપી યુવક ભવિષ્યમાં આવુ ન કરે તે માટે તેને કડક સજા થવી જોઈએ. વેપારીઓએ 12 વાગ્યા સુધી સ્વયંભુ બંધ પાળ્યો હતો. આ સાથે અગ્રણીએ ગામમાં કોઈપણ પ્રકારનું અશાંતિનું વાતાવરણ ન થાય તે બાબતનું ધ્યાન રાખવા અપીલ કરી હતી.

Input Credit- Mohit Bhatt- Rajkot

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 10:09 pm, Fri, 2 June 23

Next Video