Gujarati Video: હિરાસર ઍરપોર્ટ પહોંચવા મુસાફરો માટે ફાળવાઈ ઈલેક્ટ્રીક બસો, રાજકોટ બસપોર્ટથી સવારે 6 વાગ્યાથી શરૂ થઈ જશે બસ
Rajkot: રાજકોટમાં હિરાસર ઈન્ટરનેશનલ ઍરપોર્ટનો આજથી પ્રારંભ થઈ ગયો છે, જો કે ઈન્ટરનેશનલ ફ્લાઈટ શરૂ થવામાં હજુ સમય લાગી શકે છે. હાલ ડોમેસ્ટિક ફ્લાઈટ જ શરૂ કરવામાં આવી છે. આ ઍરપોર્ટ પહોંચવા મુસાફરોની સુવિધાને ધ્યાને રાખી રાજકોટ બસપોર્ટથી ઍરપોર્ટ સુધી નવી 8 ઈલેક્ટ્રીક બસ ફાળવવામાં આવી છે.
Rajkot: રાજકોટનાં હિરાસર ખાતે ગુજરાતનું પ્રથમ ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ એરપોર્ટનો પ્રારંભ થઈ ગયો છે. ત્યારે એરપોર્ટ પહોંચવા માટે મુસાફરો માટે એસી ઈલેક્ટ્રિક બસો ફાળવવામાં આવી છે. ધારાસભ્ય ડૉ.દર્શિતા શાહે રાજકોટ બસપોર્ટ પરથી બસોને લીલીઝંડી આપી બસ સેવાની શરૂઆત કરાવી છે. જેમાં 100 રૂપિયા જેટલા નજીવા ભાડામાં જ મુસાફરી કરી શકાશે. રાજકોટ બસપોર્ટથી સવારે 6 વાગ્યાથી દર 2 કલાકે બસ મળશે.
હિરાસર એરપોર્ટથી સવારે 7 વાગ્યાથી દર 2 કલાકે બસ મળશે. કુલ 8 રૂટ ફાળવવામાં આવ્યા છે. જેમાં એક વ્યક્તિદીઠ 100 રૂપિયા ભાડું રાખવામાં આવ્યું છે. ઈલેક્ટ્રિક બસ સેવાથી મુસાફરોને મસમોટા ટેક્સી ભાડાથી રાહત મળશે.
ઈન્ટરનેશનલ ફ્લાઈટ શરૂ થવામાં હજુ સમય લાગશે
આપને જણાવી દઈએ કે રાજકોટ હિરાસર ઍરપોર્ટનો આજથી(10.09.2023) પ્રારંભ થઈ ગયો છે. હાલ ઍરપોર્ટ પરથી ડોમેસ્ટિક ફ્લાઈટ જ ઉડાન ભરશે. ઈન્ટરનેશનલ ફ્લાઈટ શરૂ થવામાં હજુ સમય લાગી શકે છે. ઍરપોર્ટ પરથી રોજની 11 ફ્લાઈટ અવરજવર કરશે.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો