Gujarati Video: પોરબંદરમાં કોંગ્રેસના સભ્યો જ્યાંથી જીત્યા છે ત્યા રાજકીય કિન્નાખોરી રાખવાનો આક્ષેપ

|

Feb 06, 2023 | 5:52 PM

Porbandar: પોરબંદર નગરપાલિકાના સત્તાધીશ સામે વિરોધપક્ષના નેતાએ આક્ષેપ કર્યો છે કે ભાજપ શાસિત નગરપાલિકામાં અમુક વિસ્તારો વિકાસથી વંચિત છે. અનેક રજૂઆતો કરવા છતા રોડ-રસ્તા, ગટર અને પાણી જેવી સુવિધાઓ મળી રહી નથી.

પોરબંદરના અમુક વિસ્તારો વિકાસથી વંચિત હોવાનો આક્ષેપ વિરોધપક્ષના નેતાઓ કરી રહ્યા છે. ભાજપ શાસિત પોરબંદર નગરપાલિકા સામે વિપક્ષ નેતાએ રાગદ્રેશ અને ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવ્યા છે. આટલું જ નહીં પણ વેરો ભરતી જનતા તરફથી પણ વારંવાર રજૂઆતો કરવા છતાં પાલિકા ચીફ ઓફિસર ગ્રાન્ટ ફાળવ્યા મુજબ વિકાસના કામ નહીં કરતા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે નગરપાલિકા તરફથી અમુક વિસ્તારોને જાણી જોઈને વિકાસથી વંચિત રાખવામાં આવે છે. આ વિસ્તારોમાં રોડ-રસ્તા, ગટર અને પાણી જેવી સુવિધાઓ નથી મળી રહી.

રાજકીય કિન્નાખોરી રાખવાનો વિરોધપક્ષના નેતાનો આરોપ

વિરોધ પક્ષના નેતા ફારૂક સૂર્યાના જણાવ્યા મુજબ નગરપાલિકા પ્રમુખ, ચીફ ઓફિસર, મ્યુનિસિપાલિટી કમિશનર, મ્યુનિસિપાલિટી લીડર, મુખ્યમંત્રી અને પીએમ કાર્યાલય સુધી રોડના કામ અંગેની ફરિયાદો કરી છે અને આ વોર્ડની અંદર ચારે ચાર કોંગ્રેસની પેનલ ચૂંટાઈ આવે છે  આથી તેઓ રાજકીય કિન્નાખોરીનો ભોગ બને છે.

આ પણ વાંચો: Gujarati Video : પોરબંદરમાં ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં યુવક મોત કેસમાં PSI સહિત કર્મચારીઓ સસ્પેન્ડ

આ તરફ નગરપાલિકા તરફથી શહેરના મોટાભાગના વિસ્તારોમાં પેવર બ્લોક, ડામરના રોડ સહિતના કામો પૂર્ણ કર્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સાથે જ જેમ જેમ સરકાર તરફથી ગ્રાન્ટ ફાળવવામાં આવે છે તેમ વિકાસના કાર્યો કરવામાં આવી રહ્યા હોવાના પણ અધિકારી તરફથી દાવો કરવામાં આવ્યો છે.

Published On - 5:06 pm, Mon, 6 February 23

Next Video