હાલમાં કોરોના બાદ નાની ઉંમરે હાર્ટ એટેક આવવાનું પ્રમાણ વધ્યુ છે. છેલ્લા ઘણા સમયથી યુવાનોમાં હાર્ટ એટેકથી મોતના કેસ વધ્યા છે. યુવાનોમાં હાર્ટએટેકથી મોતના બનાવોનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. રાજકોટમાં રેગ્યુલર જીમમાં જતા એક 19 વર્ષિય યુવકનું વહેલી સવારે હાર્ટ એટેકથી મોત થતા પરિવારજનો હતપ્રભ થઈ ગયા છે. આ અગાઉ પણ શહેરમાં ક્રિકેટ અને ફુટબોલ જેવી રમત રમતી વખતે 6થી વધુ યુવકના હાર્ટ એટેકથી મોત થયા છે.
પોલીસના જણાવ્યુ મુજબ સરદાર નગર-1માં રહેતા આદર્શ સાવલિયા રેગ્યુલર જીમમાં જતો હતો. બે-ત્રણ દિવસથી તેને શ્વાસમાં અને હાથપગમાં દુ:ખાવાની ફરિયાદ હતી. પરીવારના સભ્યોએ જીમમાં જતો હોવાથી આ તકલીફ હોવાનુ માની લીધુ હતુ. જો કે વહેલી સવારે યુવક બાથરૂમ ગયો હતો. જ્યા પડી જતા પરીવારના સભ્યોએ 108માં સિવિલમાં ખસેડ્યો હતો. જ્યા તબીબોએ મૃત જાહેર કર્યો હતો. એટલુ જ નહીં હાર્ટ એટેકથી મોત થયાનું પણ તબીબોએ જણાવ્યુ હતુ.
પોલીસના જણાવ્યા મુજબ આદર્શના પિતાને અટીકામાં કારખાનુ છે. આદર્શ તેના માતા-પિતાનો એકનો એક પુત્ર હતો. તેને એક બહેન છે જે મૃતક આદર્શથી મોટી છે.
આ પણ વાંચો: Heart disease: છાતીમાં બળતરા થતી હોય તો પણ હાર્ટ એટેક આવી શકે ? નિષ્ણાતોના અભિપ્રાય જાણો
આ તરફ મોરબીમાં રફાળેશ્વર નજીક ફેક્ટરીમાં કામ કરતા શખ્સનું હાર્ટ એટેકના કારણે મોત થયુ છે. મેટા ટેક ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા 43 વર્ષીય શ્રીહરી બહાદુર પરીપાળને હાર્ટ એટેક આવતા મોત થયુ છે. વૉચમેન તરીકે ફરજ બજાવતા મૃતક બહાદુર પરીપાળ ઓફિસનો દરવાજો ખોલવા જતા હતા. ત્યાં અચાનક જ તેમને હાર્ટ એટેક આવ્યો અને તેઓ નીચે ઢળી પડ્યા હતા. ફેક્ટરીમાં કામ કરતા કામદારનું અચાનક મોત થતા સ્ટાફ સહિત પરિવાર સ્તબધ છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…