રાજ્યમાં મેઘરાજા ત્રણ-ચાર દિવસના વિરામ બાદ ફરી બમણાં જોરથી ત્રાટકશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 6 જૂલાઈથી ધોધમાર વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. 6 જુલાઈએ દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણમાં ભારે વરસાદ રહેશે. 7 જૂલાઈએ ગીર-સોમનાથ, અમરેલી, વલસાડમાં અતિભારે વરસાદની શક્યતા છે. સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, સુરત, અને નવસારીમાં ભારે વરસાદ પડશે. 7 જૂલાઈએ અમદાવાદ, પાટણ, મોરબી, રાજકોટમાં વરસાદની આગાહી છે. જ્યારે 8 જૂલાઈએ ગીર-સોમનાથ, જૂનાગઢ, અમરેલી, નવસારીમાં મૂશળધાર વરસાદ રહેશે.
આ પણ વાંચો : Surat : વરસાદ બાદ શહેરમાં રસ્તાઓની બિસ્માર હાલત, વાહન ચાલકોમાં રોષ, જુઓ Video
રાજ્યમાં 6 જૂલાઈથી વરસાદનું જોર વધશે. 6 તારીખથી સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારો અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. 7 અને 8 જૂલાઈએ વધુ વરસાદ થવાની શક્યતા છે. સમગ્ર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ તો પડશે જ સાથોસાથ કેટલાક જિલ્લામાં ભારે થી અતિ ભારે વરસાદની પણ સંભાવના છે.
હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો