અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન જલ્દી જ શરૂ થઈ શકે છે. અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ ‘હાઈસ્પીડ’માં થઈ રહ્યું છે. સાંસદ કિરીટ સોલંકીએ અમદાવાદમાં સાબરમતી વિસ્તારમાં તૈયાર થતા બુલેટ સ્ટેશનની મુલાકાત લીધી હતી. સાબરમતી મલ્ટીમોડલ હબમાં બુલેટ ટ્રેન, મેટ્રો, બીઆરટીએસ, રાજકોટ-દિલ્લી રેલ લાઈન એક જ જગ્યાએ હશે. સાંસદે કહ્યું, બુલેટ ટ્રેનની કામગીરીમાં સિવિલ વર્કમાં 56 ટકા અને જમીન સંપાદનમાં 100 ટકા કામ પૂર્ણ થઈ ચુકયું છે.
આ પણ વાંચો-Gujarati Video : અમદાવાદના જીવરાજ પાર્કના એક ઘરમાં પંખા સાથે છતનો ભાગ તૂટીને પડ્યો, પિતા-પુત્રના મોત
ગુજરાત-મહારાષ્ટ્ર વચ્ચે નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લીમીટેડ દ્વારા બુલેટ ટ્રેન પ્રોજેકટ કાર્યરત છે. આ પ્રોજેકટ હેઠળ વલસાડ જિલ્લાના ઝરોલી ગામમાં એક પર્વતમાં એક ટનલ બનાવવામાં આવી રહી છે. જેમાંથી બુલેટ ટ્રેન પસાર થશે. નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લીમીટેડ દ્વારા હાથ ધરાયેલા બુલેટ ટ્રેન પ્રોજેકટ હેઠળ અહીં 350 મીટર લાંબી પર્વતીય ટનલનું કામ પુરજોશમાં ચાલી રહ્યુ છે.
વાપી નજીક ઉમરગામ તાલુકાના ઝરોલી ગામ ખાતે પહાડમાં ટનલ બનાવવામાં આવી રહી છે. અંદાજિત 350 મીટર લંબાઈની આ ટનલ માટે અત્યાર સુધીમાં 67 મીટરનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. ઝરોલી ગામ નજીક આવેલા પર્વતમાં બુલેટ ટ્રેન જે ટનલ માંથી પસાર થવાની છે. ત્યાં સુધી ટ્રેન વાયડકટ, પુલ પર આવ્યા બાદ આ બોગદામાંથી પસાર થશે. 350 મીટર લાંબી ટનલ બનાવવા અદ્યતન શારડી ધરાવતા વાહનો દ્વારા પહાડની અંદર માટી-પથ્થર તોડવામાં આવી રહ્યા છે. આ માટે કન્સ્ટ્રક્શન કંપની દ્વારા સ્કીલ્ડ સ્ટાફની નિમણૂક કરવામાં આવી છે. કંપનીના કર્મચારીઓ દ્વારા સંપૂર્ણ સુરક્ષા સાથે આ કામગીરી હાથ ધરાઈ રહી છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…