Ahmedabad: શહેરની શાળાઓમાં બાળકોના આરોગ્યનું કરાયુ ચેકિંગ, AMCની શાળાઓમાં 752 બાળક કુપોષિત મળ્યા
તાજેતરમાં જ અમદાવાદની (Ahmedabad) કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં વિદ્યાર્થીઓના આરોગ્ય ચકાસણી બાદ ચોંકાવનારી વિગતો સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે અમદાવાદ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં 752 બાળક કુપોષણનું શિકાર હોવાનું સામે આવ્યુ છે.
એક તરફ ગુજરાત સરકાર રાજ્યમાં કુપોષણની સમસ્યા દુર કરવા માટે પ્રયત્નો કરી રહી છે. ગુજરાત સરકાર દ્વારા કુપોષણની યોજના દુર કરવા માટે વિવિધ યોજનાઓ પણ બહાર પાડવામાં આવી છે. જે કે તાજેતરમાં જ અમદાવાદની કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં વિદ્યાર્થીઓના આરોગ્ય ચકાસણી બાદ ચોંકાવનારી વિગતો સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે અમદાવાદ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં 752 બાળક કુપોષણનું શિકાર હોવાનું સામે આવ્યુ છે. આ માહિતી સામે આવતા જ AMC સ્કૂલ બોર્ડ ચિતામાં આવી ગયુ છે અને કુપોષણ નિવારણની કામગીરી શરુ કરવામાં આવી છે.
કુપોષણ દુર કરવા શાળાઓમાં અભિયાન શરુ
અમદાવાદ શહેરની કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં બાળકોના આરોગ્યનું ચેકિંગ કરવામાં આવ્યુ હતુ. જેમાં AMCની શાળાઓમાં 752 બાળક કુપોષિત હોવાનું સામે આવ્યુ છે. એટલુ જ નહીં બાળકોની વય મુજબ વજન અને ઉંચાઈ ઓછી જોવા મળી છે. ત્યારે કુપોષિત બાળકોને લઈને AMC સ્કૂલ બોર્ડની ચિંતા વધી છે. જે પછી AMC સ્કૂલ બોર્ડ દ્વારા શહેરની કોર્પોરેશન સંચાલિત શાળાઓ માટે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ છે. આયુર્વેદિક વિભાગ,સંસ્થાઓ અને કોર્પોરેશન વિદ્યાર્થીઓ માટે અભિયાન હાથ ધરવામાં આવશે.
મહત્વનું છે કે, એક તરફ સમગ્ર દેશમાં ગુજરાતને સૌથી વિકાસશીલ અને સૌથી સમૃદ્ધ રાજ્ય તરીકે ગણવામાં આવે છે. જો કે બીજી તરફ રાજ્યમાં વિદ્યાર્થીઓની આરોગ્ય તપાસમાં કુપોષણનું પ્રમાણ વધુ સામે આવી રહ્યુ છે.
( વિથ ઇનપુટ-નરેન્દ્ર રાઠોડ, અમદાવાદ)