Gujarati Video : પંચમહાલના શહેરામાં MGVCLએ 22 લાખથી વધુની વીજચોરી ઝડપી પાડી

પંચમહાલના શહેરા તાલુકાના પશ્ચિમ વિસ્તારમાં MGVCLએ સપાટો બોલાવી 22 લાખથી વધુની વીજચોરી ઝડપી પાડી છે.ગોધરા વર્તુળ કચેરી અને વડોદરા કચેરીની 29 ટીમોએ સંયુક્ત ચેકિંગ હાથ ધર્યું છે.રેણા, મોરવા, ઉજડા, વકતાપુરા, નવા વલ્લભપુર, જુના વલ્લભપુર, નવી વાડી, જૂની વાડી, ભુરખલ, ભાટના મુવાડા સહિતના ગામોમાં MGVCLએ તપાસ હાથ ધરી છે

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 24, 2023 | 5:10 PM

પંચમહાલના શહેરા તાલુકાના પશ્ચિમ વિસ્તારમાં MGVCLએ સપાટો બોલાવી 22 લાખથી વધુની વીજચોરી ઝડપી પાડી છે.ગોધરા વર્તુળ કચેરી અને વડોદરા કચેરીની 29 ટીમોએ સંયુક્ત ચેકિંગ હાથ ધર્યું છે.રેણા, મોરવા, ઉજડા, વકતાપુરા, નવા વલ્લભપુર, જુના વલ્લભપુર, નવી વાડી, જૂની વાડી, ભુરખલ, ભાટના મુવાડા સહિતના ગામોમાં MGVCLએ તપાસ હાથ ધરી છે.MGVCLની કડક કાર્યવાહીથી વીજચોરોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.

વીજ વિભાગ  દ્વારા સતત બાકી બિલો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં સરકારના આદેશ બાદ વીજ ચોરી ડામવા માટે પણ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. તેમજ વીજ- બિલ નહિ ભરતી નગર પાલિકા પર તવાઇ બોલાવવામાં આવી રહી છે. તેમજ આ પૂર્વે વડોદરામાં ડભોઇ નગરપાલિકાની બેદરકારી અને નિષ્ક્રિયતાને લઈ શહેરમાં અંધારપટ છવાયો હતો.જેને કારણે રસ્તા પરથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.વીજ વિભાગ  દ્વારા સતત બાકી બિલો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

MGVCLએ કાર્યવાહી કરી હતી

ત્યારે વડોદરા શહેરના વધુ બે ઝોનમાં લાઇટ બીલ ન ભરતા MGVCLએ કાર્યવાહી કરી  હતી. ડભોઇ નગલપાલિકાએ વીજબીલ ન ભરતા સ્ટ્રીટ લાઇટનું કનેક્શન કાપી નાંખવામાં આવ્યું  હતું.બાકી બીલને લઇને વારંવાર નોટિસ આપ્યા બાદ પણ વીજ બીલ ન ભરતા વીજ કનેક્શન કાપવામાં આવ્યું હતું .જેને લઇ સમગ્ર પંથકમાં અંધાર પટ છવાયો છે.ડભોઇ પાલિકાનું 24 લાખ રૂપિયાનું સ્ટ્રીટ લાઈટનું બીલ બાકી હતું.જેને લઇ MGVCLએ નોટિસ ફટકારી હતી છતાં બીલ ભરવામાં ન આવતા MGVCLએ કાર્યવાહી કરી હતી.

આ પણ વાંચો : Gujarat Budget 2023-24 : સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે કુલ રુપિયા 5580 કરોડની જોગવાઇ

Follow Us:
ગેનીબેન ઠાકોરે સ્વરુપજીને જીત બદલ આપ્યા અભિનંદન
ગેનીબેન ઠાકોરે સ્વરુપજીને જીત બદલ આપ્યા અભિનંદન
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">