Gujarati Video: વઢવાણમાં ક્વોરી એસોસિએશનની મળી બેઠક, ક્વોરી ઉદ્યોગથી નુકસાન મુદ્દે સમીક્ષા

Gujarati Video: વઢવાણમાં ક્વોરી એસોસિએશનની મળી બેઠક, ક્વોરી ઉદ્યોગથી નુકસાન મુદ્દે સમીક્ષા

| Edited By: | Updated on: Feb 18, 2023 | 11:25 PM

Surendranagar: વઢવાણના નાના મઢાદ અને મોટા મઢાદ ગામમાં ક્વોરી ઉદ્યોગથી નુકસાન થઈ રહ્યુ હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. ત્યારે ક્વોરી ઉદ્યોગકારોના એસોસિએશનની બેઠક મળી હતી. જેમાં ગામલોકોના આક્ષેપોને ફગાવ્યા હતા.

સુરેન્દ્રનગરના વઢવાણના નાના મઢાદ અને મોટા મઢાદ ગામમાં ક્વોરી ઉદ્યોગથી નુકસાન થઈ રહ્યુ છે તેવા આક્ષેપ થઈ રહ્યા છે. જો કે ઉદ્યોગકારોએ આ આક્ષેપને ફગાવ્યા છે. કવોરી એસોસિએશનની બેઠક યોજાઈ હતી. જેમાં બન્ને ગામમાં થયેલા નુકસાનના આક્ષેપ અંગે ચર્ચા થઈ હતી. ઉદ્યોગકારોનું માનવુ છે તેઓ છેલ્લા 25-30 વર્ષથી આ વ્યવસાય સાથે સંકળાયેલા છે. સરકાર અને પર્યાવરણના નિયમ મુજબ તેઓ કામ કરી રહ્યા છે. આ ઉદ્યોગથી સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લાને મોટાપાયે ફાયદો થઈ રહ્યો છે.

આ પણ વાંચો: Vadodara: ડભોઇના વઢવાણા તળાવમાં અંદાજિત 50,000થી વધુ પક્ષીઓનું આગમન, સહેલાણીઓ માટે બર્ડ વોચિંગની સુવિધા ગોઠવવામાં આવી

આ તરફ વઢવાણમાં અનેક ઐતિહાસિક તળાવો આવેલા છે, પરંતુ તેમની નિયમિત સફાસફાઈ થતી ન હોવાથી લોકોમાં રોષ ફેલાયો છે. વઢવાણ-લીંબડી રોડ પર ગંગા વાવ સામે જ આવેલુ ગંદાવડુ તળાવ હાલ તેના અસ્તિત્વ માટે સંઘર્ષ કરી રહ્યુ છે. કારણ કે આજુબાજુ દબાણો, ગંદકી ઉભરાઈ રહી છે.

લોકો તળાવ લોકઉપયોગી બને તે માટે માગ કરી રહ્યા છે. છેલ્લા અનેક વર્ષોથી આ તળાવ પોતાના અસ્તિત્વ માટે હાલ સંઘર્ષ કરી રહ્યુ છે. અહીંથી પસાર થતા લોકો પણ આ તળાવની દશા જોઇને રોષ ફેલાઈ રહ્યો છે.

આ તળાવની આજુબાજુ દબાણો સાથે ગંદકીનો ઉપદ્રવ વધી રહ્યો છે. કિનારે આવેલા સ્નાનાઘાટ તેમજ કપડા ધોવાના ઘાટ પણ દિવસે દિવસે વિસરાઈ રહ્યા છે.