અમદાવાદનો મહાઠગ કિરણ પટેલના કેસમાં ટ્રાન્સફર વોરંટથી કસ્ટડી મેળવવામાં આવશે. અમદાવાદની ક્રાઈમ બ્રાન્ચની ટીમ ઠગ કિરણ પટેલને લેવા માટે રોડ મારફતે જમ્મુ કશ્મીરમાં જવા રવાના થઈ છે. 7 દિવસના નોટિસ પિરિયડ પૂર્ણ થયા પછી તરત જ ક્રાઈમ બ્રાન્ચને મહાઠગની કસ્ટડી મળશે. 15 કરોડનો બંગલો પચાવવા કિરણ પટેલે PMOના અધિકારી બનીને ઠગાઈ કરી હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ઠગ દંપતી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. ક્રાઈમ બ્રાન્ચે માલિની પટેલની ધરપકડ બાદ હવે કિરણ પટેલની કસ્ટડી મેળવશે.
આ પણ વાંચો : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે ગુજરાત પ્રવાસે, લોકસભાની ચૂંટણી પહેલા અમદાવાદમાં થશે અગત્યનું મંથન
મહાઠગ કિરણ પટેલની પત્ની માલિની પટેલની ધરપકડ કરવામાં આવી હતી. છેતરપિંડીના કેસમાં કિરણની પત્નીની ધરપકડ કરવામાં આવી હતી. અમદાવાદ ક્રાઇમ બ્રાંચે માલિની પટેલની ધરપકડ કરી હતી. પતિ કિરણ પટેલ સાથે મળીને માલિની પટેલે મકાન પડાવવાનો કારસો રચ્યો હતો. થોડા દિવસ અગાઉ ક્રાઇમ બ્રાંચે આ મામલે ગુનો દાખલ કર્યો હતો.
ગુજરાતી ઠગ કિરણ પટેલે જમ્મુ-કાશ્મીરના સરકારી અધિકારીઓને PMOના અધિકારી હોવાનુ કહીને છેતર્યા હોવાની એક ઘટના સામે આવી હતી. જે પછી સતત મહાઠગના કારનામા બહાર આવી રહ્યા હતા. મહાઠગ કિરણ પટેલ અને તેની પત્ની વિરુદ્ધ છેતરપિંડીનો કેસ નોંધાયો હતો. જે પછી કિરણ પટેલની પત્ની માલિની પટેલની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી હતી. ક્રાઇમ બ્રાંચ દ્વારા માલિનીની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 1:23 pm, Mon, 3 April 23