Gujarati Video : અમરેલીમાં માનવભક્ષી દીપડાનો આતંક યથાવત, વૃદ્ધા પર હુમલો કર્યો

| Edited By: | Updated on: May 26, 2023 | 12:31 PM

મહત્વપૂર્ણ છે કે અમરેલી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે.રહેણાંક વિસ્તારમાં દીપડાના વધતા આતંકથી સ્થાનિકો ભયના ઓથા હેઠળ જીવવા મજબૂર બન્યા છે.

Amreli : અમરેલીમાં(Amreli)  માનવભક્ષી દીપડાનો(leopard )આતંક યથાવત છે.જાફરાબાદ તાલુકાના સરોવડા ગામે વૃદ્ધા નિદ્રાધીન હતા તે સમયે અચાનક જ દીપડાએ હુમલો કર્યો છે. દીપડાએ ગળાના ભાગે હુમલો કરતા વૃદ્ધા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા અને આખરે મોત નિપજ્યું છે. હાલ તો મૃતક વૃદ્ધાના મૃતદેહને પીએમ અર્થે રાજુલા હોસ્પિટલમાં ખસેડાયો છે.મહત્વપૂર્ણ છે કે અમરેલી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે.રહેણાંક વિસ્તારમાં દીપડાના વધતા આતંકથી સ્થાનિકો ભયના ઓથા હેઠળ જીવવા મજબૂર બન્યા છે.

અમરેલી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો