Gujarati Video: હિંમતનગર માર્કેટિંગ યાર્ડમાં મોટાપ્રમાણમાં ઘઉંની આવક શરૂ, સારા ભાવ મળતા ખેડૂતો ખુશખુશાલ

|

Mar 26, 2023 | 11:28 AM

Sabarkantha: હિંમતનગર માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની આવક શરૂ થઈ છે. જિલ્લામાં મોટા પ્રમાણમાં ઘઉંનું વાવેતર થયુ છે. હાલ મોટી સંખ્યામાં ખેડૂતો યાર્ડમાં ઘઉં વેચવા આવી રહ્યા છે.

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર માર્કેટ યાર્ડમાં મોટાપ્રમાણમાં ઘઉંની આવક શરૂ થઈ છે. જિલ્લામાં રવિ સિઝનમાં મોટા પ્રમાણમાં ઘઉંના પાકનુ વાવેતર થયું હતું.. જેથી ઘઉંના વેચાણ માટે ખેડૂતો માર્કેટયાર્ડમાં મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. બીજી તરફ ઘઉંના પાકના ભાવ પણ સારા મળી રહ્યા છે, જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. હાલમાં કમોસમી વરસાદમાં પલળ્યા વિનાના ઘઉંના ભાવ પ્રતિમણના 900 રૂપિયાથી વધારે મળી રહ્યા છે. તો કમોસમી વરસાદમાં અસર પામેલા ઘઉંના ભાવ હાલમાં 400 થી 500 રુપિયા પ્રતિમણ બોલાઈ રહ્યા છે.

કડી માર્કેટિંગ યાર્ડમાં ઘઉંના ઐતિહાસિક ભાવ મળ્યા

મહેસાણાના કડી માર્કેટ યાર્ડમાં ઘઉંના ઐતિહાસિક ભાવ બોલાયા છે. કડી માર્કેટ યાર્ડમાં ખેડૂતોને ઘઉંંના 802 રૂપિયાના ઐતિહાસિક ભાવ મળ્યા છે. છેલ્લા દસ દિવસમાં કડી માર્કેટ યાર્ડમાં ઘઉની 35 હજાર 810 બોરીની આવક થઇ છે. સોમવારે પણ ઘઉંની 4 હજાર 600 બોરીની આવક થઇ છે. કડીના કોટન માર્કેટ યાર્ડમાં ઘઉંની ઉભી હરાજી થાય છે. જેમાં 160 રૂપિયાના ઉછાળા સાથે ઉંચામાં 802 રૂપિયા ભાવ બોલાયા હતા. જ્યારે નીચામાં નીચા 440 રૂપિયા સુધી ભાવ પડ્યા હતા. કડી એપીએમસીના ચેરમેનના જણાવ્યા અનુસાર આવનારા બે મહિના દરમિયાન ઘઉંના આ ઉંચા ભાવ જળવાઇ રહેશે.

આ પણ વાંચો: Wheat Price: ઘઉંનો ભાવ 900 ને પાર, ઉત્તર ગુજરાતમાં સતત ભાવ હરાજીમાં સતત ઉંચા બોલાયા, માર્કેટયાર્ડોમાં ખેડૂતોની ભીડ

મોડાસા માર્કેટમાં પણ મળ્યા ઉંચા ભાવ

અરવલ્લી જિલ્લાના મોડાસા માર્કેટ યાર્ડમાં પણ 850 રુપિયા કરતા વધુના ભાવ પ્રતિ મણે ઘઉંના પાકના નોંધાયા હતા. આમ છેલ્લા બે ત્રણ દિવસથી મોડાસા માર્કેટયાર્ડમાં પણ ખુલ્લા બજારની હરાજીમાં ઉંચા ભાવ ઘઉંના મળી રહ્યા છે.

Published On - 11:27 am, Sun, 26 March 23

Next Video