Gujarati Video: ગુજરાતમાં ખાલિસ્તાની મનસૂબાનો પર્દાફાશ, ગુરપતવંતસિંહ પન્નુએ ગુજરાતીઓને મેચ ન જોવાની આપી હતી ધમકી

|

Mar 11, 2023 | 9:58 PM

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ મેચ જોવા જતા હોવ તો સાવધાન રહેજો..ખાલીસ્તાની આતંકીઓએ ગુજરાતના લોકોને "ઘરમાં રહો, સુરક્ષીત રહો" ના પ્રિરેકોર્ડેડ મેસેજ કરીને ગર્ભીત ધમકી આપી છે..જે મેસેજ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ટ્રેસ કરીને તેની જાણવા જોગ નોંધ કરી છે..એટલું જ નહીં, આ ગર્ભીત ધમકીને લઈને મેચ રમવા આવેલા બન્ને દેશના ખેલાડીઓ સહિત દર્શકોની સુરક્ષા પણ ખાનગી રીતે વધારી દેવાઈ છે.

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ મેચ જોવા જતા હોવ તો સાવધાન રહેજો..ખાલીસ્તાની આતંકીઓએ ગુજરાતના લોકોને “ઘરમાં રહો, સુરક્ષીત રહો” ના પ્રિરેકોર્ડેડ મેસેજ કરીને ગર્ભીત ધમકી આપી છે..જે મેસેજ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ટ્રેસ કરીને તેની જાણવા જોગ નોંધ કરી છે..એટલું જ નહીં, આ ગર્ભીત ધમકીને લઈને મેચ રમવા આવેલા બન્ને દેશના ખેલાડીઓ સહિત દર્શકોની સુરક્ષા પણ ખાનગી રીતે વધારી દેવાઈ છે.

ખાલીસ્તાની ટેરરીસ્ટ ગુરપતવંતસિંહ પન્નુના અવાજમાં રેકોર્ડ કરેલા મેસેજ

ક્રાઈમ બ્રાન્ચે આ ગર્ભીત ધમકીની સત્તાવાર નોંધ કર્યા બાદ રાજ્યભરની પોલીસને એલર્ટ પર રખાઈ છે..ચોંકાવનારી વાત એ છે કે, બંને દેશના પ્રધાનમંત્રી જ્યારે અમદાવાદ સ્ટેડિયમમાં આવ્યાં તે પહેલાં જ આવા રેકોર્ડેડ મેસેજ રાજ્યના અનેક લોકોને કરાયા હતા.ક્રાઇમ બ્રાંચની તપાસમાં અમેરિકન બેઝ ખાલીસ્તાની ટેરરીસ્ટ ગુરપતવંતસિંહ પન્નુના અવાજમાં રેકોર્ડ કરેલા મેસેજ છે..આ આખો મેસેજ અંગ્રેજીમાં છે..આ મેસેજને ટ્રેસ કરીને તપાસ ચાલુ કરી ત્યારે આ મેસેજ પાકિસ્તાન બેઝ ખાલીસ્તાની ગ્રુપના લોકોનું ષડયંત્ર હોવાનું ખુલ્યુ છે. આ મેસેજને સોસિયલ મીડિયાના માધ્યમથી પણ સ્પ્રેડ કરવામાં આવી રહ્યો છે.

સ્ટેડિયમમાં મેચ જોવા આવતા દર્શકોની સુરક્ષામાં વધારો કરી દેવાયો છે

હાલ આ મેસેજને પોલીસ એટલા માટે ગંભીરતાથી લઈ રહી છે કારણ કે, હાલ અમદાવાદમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ મેચ રમાઈ રહી છે. મેસેજમાં ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીના નામ જોગ સંબંધોન છે ઉપરાંત બન્ને દેશના વડાપ્રધાન ગુરૂવારે સ્ટેડિયમ પર પણ મેચ જોવા પહોંચ્યા હતા. જેના પગલે હવે બન્ને દેશના ખેલાડીઓ અને સ્ટેડિયમમાં મેચ જોવા આવતા દર્શકોની સુરક્ષામાં વધારો કરી દેવાયો છે.

ત્યારે ક્રાઇમ બ્રાંચ તપાસ કરતા આ ધમકી ભરેલ મેસેજ પર લાગી રહ્યું છે કે ખાલીસ્તાની દ્વારા ભય અને ડરનો માહોલ ઉભો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે પરંતુ ગુજરાત એટીએસ,ક્રાઇમ બ્રાંચ સહિતની એજન્સીઓ દ્વારા જુના સિમી ના આરોપી વોચ રાખી રહી છે..જોકે પોલીસ સ્ટેડિયમ અને ક્રિકેટર રોકયેલ હોટલમાં સુરક્ષા વધારી દીધી છે.

આ પણ વાંચો : Auction Today: અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં ઓફિસની ઇ-હરાજી, જાણો વિગતો

Next Video