Gujarati Video : ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે જસ્ટિસ સોનિયા ગોકાણીએ શપથ લીધા
ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે જસ્ટિસ સોનિયા ગોકાણીએ આજે શપથ લીધા છે. આ શપથવિધિમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને વિધાનસભા અધ્યક્ષ પણ હાજર રહ્યા હતા. રાજ્યના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ તરીકે જસ્ટિસ સોનિયા ગોકાણી શપથ લીધા હતા.
ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે જસ્ટિસ સોનિયા ગોકાણીએ આજે શપથ લીધા છે. આ શપથ વિધિમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને વિધાનસભા અધ્યક્ષ પણ હાજર રહ્યા હતા. જેમાં રાજ્યના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ તરીકે જસ્ટિસ સોનિયા ગોકાણી શપથ લીધા હતા.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત હાઇકોર્ટના નવા ચીફ જસ્ટિસ તરીકે સોનિયાબેન ગોકાણીની પસંદગી કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટ કોલેજિયમે ગુજરાત હાઈકોર્ટના સૌથી વરિષ્ઠ જજ સોનિયા ગોકાણીને હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે નિયુક્ત કરવા ભલામણ કરી હતી.
સુપ્રીમ કોર્ટના કોલેજિયમે, 31મી જાન્યુઆરી 2023ના ઠરાવ દ્વારા, ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ અરવિંદ કુમારને ભારતની સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે બઢતીની ભલામણ કરી હતી. તેથી ચીફ જસ્ટિસના ખાલી સ્થાન પર કોલેજિયમે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે જસ્ટિસ સોનિયા ગોકાણીના નામની ભલામણ કરી હતી.
જસ્ટિસ ગોકાણી હાલમાં ગુજરાત હાઈકોર્ટના સૌથી સિનિયર જજ છે. તેમની 17 ફેબ્રુઆરી, 2011 ના રોજ ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવી હતી. જસ્ટિસ ગોકાણીની નિમણૂક ગુજરાત રાજ્યની ન્યાયિક સેવામાંથી કરવામાં આવી છે. કોલેજિયમે જણાવ્યું હતું.
સૌથી વરિષ્ઠ ન્યાયાધીશ હોવા ઉપરાંત, મુખ્ય ન્યાયાધીશ તરીકે જસ્ટિસ ગોકાણીની નિમણૂક સર્વસમાવેશકતા લાવશે અને મુખ્ય ન્યાયાધીશની ઓફિસ સેવાઓમાંથી લેવામાં આવેલા ન્યાયાધીશોના પ્રતિનિધિત્વને સરળ બનાવશે.
આ પણ વાંચો : ગુજરાતમાં ભારતના સૌ પ્રથમ બ્રેઇન સ્ટ્રોક કેર નેટવર્કની શરૂઆત, દર્દીને સમયસર યોગ્ય સારવાર મળી શકશે
