હવે ફ્લાવર વેલીની મજા માણવા લોકોને જમ્મૂ-કશ્મીર અને ઉત્તરાખંડ નહીં જવું પડે. ફલાવર વેલીની મજા ગુજરાતના આંગણે અમદાવાદમાં જ માણી શકાશે. અમદાવાદ કોર્પોરેશન દ્વારા લોકો માટે નિકોલમાં ફલાવર વેલીનું નિર્માણ કરવામાં આવ્યુ છે. રંગબેરંગી અનેક પ્રજાતિના ફુલછોડ હશે. ગાર્ડન વિભાગે નવેમ્બર મહિનાથી તૈયારીની શરૂઆત કરી દીધી છે. શહેરના ફ્લાવર વેલીની ભેટ મળવા જઈ રહી છે. ગુજરાતની પ્રથમ ફ્લાવર વેલી નિકોલમાં તૈયાર કરવામાં આવી છે.
ફલાવર શો બાદ અમદાવાદ કોર્પોરેશને રાજ્યમાં પ્રથમ વખત કોસ્મોસ નામના ફ્લાવરથી ફ્લાવર વેલી નિકોલમાં તૈયારી કરી છે. આગામી 7 ફેબ્રુઆરીથી ફ્લાવર વેલી શરૂ કરવામાં આવશે. એક મહિના માટે ફ્લાવર વેલી રાખવામાં આવશે. શહેરીજનો સવારે 9થી રાત્રીના 9 સુધી ફ્લાવર વેલી નિહાળી શકાશે. કોસ્મોસ ફ્લાવર સફેદ, મરૂન, ગુલાબી જેવા રંગબેરંગી ફૂલની પ્રજાતિ છે. ફ્લાવર વેલી માટે 10 રૂપિયાનો ચાર્જ લેવાશે.
આ ભારતનું પ્રથમ ફ્લાવર વેલી ગાર્ડન છે. જે મહાનગરપાલિકા વિસ્તારમાં બનાવવામાં આવ્યું છે. ફ્લાવર વેલીમાં લોકો પ્રી વેડિંગનું શૂટીંગ અને સેલ્ફીની પણ મજા લઈ શકશે. ગાર્ડન વિભાગે નવેમ્બર મહિનાથી ફ્લાવર વેલી તૈયારી કરવાની શરૂઆત કરી હતી. રાજ્યમાં પ્રથમ વખત અમદાવાદમાં લોકો ફ્લાવર વેલીની મજા માણી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે.
(વિથ ઇનપુટ-જીજ્ઞેશ પટેલ,અમદાવાદ)
Published On - 4:17 pm, Fri, 3 February 23