અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમા તક્ષશિલા ઈમારતના 12મા માળે લાગી ભીષણ આગ
અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં તક્ષશિલા એર બિલ્ડિંગના 12માં માળ પર આગ લાગવાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમની 5 ગાડીઓ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી છે.
રાજ્યમાં આગ લાગવાનો સિલસિલો યથાવત છે. અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં તક્ષશિલા એર બિલ્ડિંગમા 12માં માળ પર આગ લાગવાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની 5 ગાડીઓ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી છે. તેમજ ઘટના સ્થળ પર ફાયર બ્રિગેડના જવાનોની ટીમની સાથે તેમના અધિકારી પણ દોડી આવ્યાં છે. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો : Ahmedabad : અમરાઇવાડીમાં વ્યાજખોરીનો કિસ્સો સામે આવ્યો, વ્યાજખોરોને જેલના સળિયા પાછળ ધકેલાયા
શહેરમા આગનો સિલસિલો યથાવત
આ પહેલા પણ નારણપુરા વિસ્તારમાં આવેલી મોદી કેર હોસ્પિટલમાં આગ લાગી હતી. આગની આ દુર્ઘટનામાં પતિ પત્નીના મોત થયા હતા. પતિ પત્નીના મૃતદેહ હોસ્પિટલના પ્રથમ માળેથી મળી આવ્યા હતા.ત્યાં શહેરમાં ફરી આગની ઘટનામાં ત્રણ જીંદગીઓ હોમાઈ હતી.
આ અગાઉ પણ ભરુચના ઝઘડિયાના નવી તરસાલી ગામમાં મકાનમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી હતી. મકાનમાં આગ લાગવાથી ઘરના 6 લોકો ગંભીર રીતે દાઝ્યા હોવાનું સામે આવ્યું હતું. સ્થાનિકોને આગ લાગવાની ઘટનાની જાણ થતા તાત્કાલીક ધોરણે તે ઘટના સ્થળે આવી પહોંચ્યાં હતાં અને આગમાં દાઝેલા લોકોને તાત્કાલીક ધોરણે સારવાર માટે ભરુચની સિવિલ હોસ્પિટલમા ખસેડવામાં આવ્યાં હતાં.