કર્ણાટક (Karnataka) વિધાનસભા ચૂંટણીના કોંગ્રેસની (Congress) જીત સંજીવની સાબિત થઈ છે. સતત હારનો સામનો કરી રહેલી કોંગ્રેસ માટે આ એક ટર્નીગ પોઇન્ટ બન્યો છે. કર્ણાટક વિધાનસભા ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. ટ્રેન્ડમાં કોંગ્રેસને બહુમતી મળી છે. ત્યારે કર્ણાટકમાં કોંગ્રેસ તરફી પરિણામ મામલે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે નિવેદન આપ્યુ છે. જગદીશ ઠાકોરે જણાવ્યુ છે કે કર્ણાટકમાં જે જનાદેશ મળ્યો છે એને અમે સ્વીકારીએ છીએ.
તેમણે ભાજપ પર પ્રહાર કરતા કહ્યુ કે કોંગ્રેસની સરકાર તોડી સરકાર બનાવનાર કોઈપણ ભોગે જીતવા માગતા હતા, જો કે કર્ણાટકે કોંગ્રેસે આપેલા વાયદાઓ પર વિશ્વાસ કર્યો છે. કર્ણાટકમાં વર્ષે 50 હજાર કરોડનો ભ્રસ્ટાચાર ભાજપ સરકાર કરતી હતી. વડાપ્રધાનને વિનંતી કે નફરતની રાજનીતિ છોડો.
જગદીશ ઠાકોરે જણાવ્યુ કે, રાજસ્થાન-છત્તીસગઢમાં કોંગ્રેસે આપેલા વાયદાઓ પૂર્ણ કર્યા છે. કર્ણાટકમાં પણ અમારા વાયદાઓ પર જનતાએ વિશ્વાસ કર્યો છે. આ પરિણામો બાદ કોંગ્રેસ કાર્યકરોનો ઉત્સાહ વધ્યો છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…