Gujarati Video: MS યુનિવર્સિટીના 300 વિદ્યાર્થીઓને મળી વચગાળાની રાહત, ડોક્યુમેન્ટ જમા ન કરાવનારા વિદ્યાર્થીઓની 27 માર્ચે લેવાશે પરીક્ષા

Gujarati Video: MS યુનિવર્સિટીના 300 વિદ્યાર્થીઓને મળી વચગાળાની રાહત, ડોક્યુમેન્ટ જમા ન કરાવનારા વિદ્યાર્થીઓની 27 માર્ચે લેવાશે પરીક્ષા

| Edited By: | Updated on: Mar 13, 2023 | 6:32 PM

Vadodara: વડોદરાની MS યુનિવર્સિટીમાં માઈગ્રેશન સર્ટી સહિત અને અન્ય ડોક્યુમેન્ટ જમા ન કરાવતા 300થી વધુ વિદ્યાર્થીઓના પરીક્ષા માટેના સીટ નંબર જનરેટ થયા ન હતા. આ વિદ્યાર્થીઓની પરીક્ષા પર સંકટ તોળાઈ રહ્યુ હતુ. જો કે યુનિવર્સિટીએ આ વિદ્યાર્થીઓને પરીક્ષા આપી શકે તે માટે વચગાળાની રાહત આપી છે.

વડોદરાની M.S યુનિવર્સિટીમાં 300થી વધુ વિદ્યાર્થીઓનું ભાવી પર સંકટ તોળાઈ રહ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓને રાહત મળી શક્શે. વિગતવાર વાત કરીએ તો 300થી વધુ વિદ્યાર્થીઓએ માઈગ્રેશન સર્ટિફિકેટ અને અન્ય ડોક્યુમેન્ટ જમા નહોંતા કરાવ્યા જેના પગલે વિદ્યાર્થીઓના પરીક્ષાના સીટ નંબર જનરેટ ન થયા.

યુનિવર્સિટીએ 4 માર્ચ સુધીમાં બાકી રહેતા ડોક્યુમેન્ટ જમા કરવાનું કહ્યું હતું પરંતુ વિદ્યાર્થીઓએ વાત ગંભીરતાથી નહોંતી લીધી જેના પગલે સીટ નંબર જનરેટ ન થયા પરંતુ ABVP દ્વારા વિદ્યાર્થીઓ રજૂઆત કરી હતી જેમાં વચગાળાનો રસ્તો શોધાયો છે. વિદ્યાર્થીઓ 27 માર્ચે એડિશનલ પરીક્ષામાં બેસી શક્શે પરંતુ તે પહેલા તેઓએ બાકી રહેતા ડોક્યુમેન્ટ જમા કરાવા પડશે.

યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં સોમવાર તારીખ 13 માર્ચથી એફવાય, એસવાય, ટીવાય અને એમએની ઇન્ટર્નલ પરીક્ષાઓનો પ્રારંભ થઈ રહ્યો છે, જેમાં એફવાય બીએના 1500માંથી 500 વિદ્યાર્થીઓ એવા છે કે જેના બેઠક નંબર હજુ સુધી જનરેટ થયા નથી, જેના કારણે આ વિદ્યાર્થીઓ પરીક્ષા ન આપી શકે તેવી સ્થિતિનું નિર્માણ થયું હતુ.

આ વિદ્યાર્થીઓને આર્ટ્સ ફેકલ્ટીના ડીન દ્વારા 15 માર્ચ સુધીમાં માર્ગદર્શન સર્ટિફિકેટ અને માઈગ્રેશન સર્ટિફિકેટ જમા કરાવવા માટેની સૂચના આપવામાં આવી હતી. છતાં 15 માર્ચ સુધી વિદ્યાર્થીઓ આ સર્ટિફિકેટ જમા નહીં કરાવે તો તે એન્ડ સેમેસ્ટર પરીક્ષામાં નહીં બેસી શકે એવી પણ તાકીદ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: વડોદરા : 9 માર્ચે ગુમ થયેલા યુવકનો કેનાલમાંથી મળ્યો મૃતદેહ, મૃતકના પિતાએ હત્યા કરાઈ હોવાનો કર્યો આક્ષેપ

 

Published on: Mar 13, 2023 06:22 PM
Follow Us
Loading...
Unable to load recommendations.