Gujarati Video : રાજકોટમાં બેફામ ખનીજ માફિયાઓ પર કસાયો સકંજો, 3ની અટકાયત, 7 આરોપી ફરાર

Gujarati Video : રાજકોટમાં બેફામ ખનીજ માફિયાઓ પર કસાયો સકંજો, 3ની અટકાયત, 7 આરોપી ફરાર

| Edited By: | Updated on: Mar 28, 2023 | 10:01 AM

સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડામાં પડધરી પાસે આજી-3 ડેમમાંથી ખનીજચોરી ઝડપાઈ છે. સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડી 7 હજાર 200 ટન રેતી સીઝ કરી હતી. આ સાથે 2 હિટાચી મશીન સહિત 1 કરોડથી વધુનો મુદ્દામાલ કબ્જે લેવાયો છે.

રાજકોટમાં બેફામ ખનીજ માફિયાઓ પર સકંજો કસાયો છે. સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડામાં પડધરી પાસે આજી-3 ડેમમાંથી ખનીજચોરી ઝડપાઈ છે. સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડી 7 હજાર 200 ટન રેતી સીઝ કરી હતી. આ સાથે 2 હિટાચી મશીન સહિત 1 કરોડથી વધુનો મુદ્દામાલ કબ્જે લેવાયો છે. મહત્વપૂર્ણ છે કે સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહીમાં 3 લોકોની અટકાયત કરવામાં આવી છે, જ્યારે 7 આરોપી ફરાર થઈ ગયા છે.

આ પણ વાંચો : Rajkot: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આગામી 5 એપ્રિલથી શરૂ થશે 51 કોર્ષની પરીક્ષા, પેપર લીક ન થાય તે માટે બનાવાયો ફુલપ્રુફ પ્લાન, વાંચો

અમરેલીમા રેતી ચોરીનું કૌભાંડ ઝડપાયું

આ અગાઉ અમરેલીમા ગઇકાલે મોડી રાતે જિલ્લાનું સૌથી મોટું રેતી ચોરીનું રેકેડ પકડાતા ખળભળાટ મચી ગયો હતો. છેલ્લા કેટલાક મહિનાઓથી રાજુલા તાલુકામાં આવેલા ભાક્ષી ગામ નજીક રેતી ચોરી માટે અહીં પાણી ભરેલી નદીમાં 4 જેટલી બોટ ઉતારવામાં આવી હતી. મોટું હીટાચી મશીન મુકવામા આવ્યુ હતુ, જો કે આ કૌભાંડમાં જિલ્લાના 1 ઉચ્ચ અધિકારી અને દિગ્ગજ નેતા હોવાની ચર્ચા હતી. જેના કારણે કોઈ અધિકારી ચેકિંગ કરવાની હિંમત નહોતા કરતા તેવી માહિતી મળી હતી.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published on: Mar 28, 2023 09:56 AM