Gujarati Video :અમદાવાદમાં ડેન્ગ્યુના કેસમાં વધારો, સોલા સિવિલમાં ડેન્ગ્યુના 70 કેસ નોંધાયા
અમદાવાદમાં ડેન્ગ્યુના (Dengue)કેસમાં નોંધપાત્ર વધારો થયો છે. જેમાં સોલા સિવિલ હોસ્પિટલમાં 7 દિવસમાં ડેન્ગ્યુના 49 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ કેસ ગોતા અને સોલા વિસ્તારમાં નોંધાયા છે. જ્યારે ચાલુ મહિનામાં સોલા સિવિલમાં ડેન્ગ્યુના 70 કેસ નોંધાયા છે.
Ahmedabad: ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી મુજબ અનેક જિલ્લામાં વરસાદ(Rain) પડી રહ્યો છે. જેમાં અમદાવાદ(Ahmedabad) શહેરમાં પણ છેલ્લા બે દિવસથી વરસાદ પડી રહ્યો છે. જેના પગલે શહેરમાં રોગચાળાએ વકર્યો છે. જેમાં શહેરના અનેક વિસ્તારોમાં મચ્છરજન્ય અને પાણી જન્ય રોગચાળો વકર્યો છે. શહેરમાં અનેક સરકારી હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે.
જે અંર્તગત અમદાવાદમાં ડેન્ગ્યુના (Dengue)કેસમાં નોંધપાત્ર વધારો થયો છે. જેમાં સોલા સિવિલ હોસ્પિટલમાં 7 દિવસમાં ડેન્ગ્યુના 49 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ કેસ ગોતા અને સોલા વિસ્તારમાં નોંધાયા છે. જ્યારે ચાલુ મહિનામાં સોલા સિવિલમાં ડેન્ગ્યુના 70 કેસ નોંધાયા છે.
(With Input, Jignesh Patel, Ahmedabad)
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
