Gujarati Video : તાપીના વ્યારામાં નગરજનોએ નગરપાલિકામાં મચાવ્યો હોબાળો, વેરા વધારા સહિત ભ્રષ્ટાચાર મુદ્દે લોકોમાં આક્રોશ

| Edited By: | Updated on: Apr 02, 2023 | 10:57 AM

વેરા વધારા સહિત ભ્રષ્ટચાર મુદ્દે નગરના અગ્રણીઓએ નગરપાલિકા ખાતે જઈને હોબાળો મચાવ્યો હતો. જેને કારણે સામાન્ય સભા થોડી જ મિનિટોમાં પૂર્ણ કરી દેવી પડી હતી. હોબાળો કરી રહેલા નગરજનો અને અગ્રણીઓ સામાન્ય સભામાં ધૂસી જઈને પાલિકા પ્રમુખ કારોબારી અધ્યક્ષ વિરુદ્ધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા.

તાપી જિલ્લાની વ્યારા નગરપાલિકામાં ભારે હોબાળો થયો હોવાનુ સામે આવ્યું છે. વેરા વધારા સહિત ભ્રષ્ટચાર મુદ્દે નગરના અગ્રણીઓએ નગરપાલિકા ખાતે જઈને હોબાળો મચાવ્યો હતો. જેને કારણે સામાન્ય સભા થોડી જ મિનિટોમાં પૂર્ણ કરી દેવી પડી હતી. હોબાળો કરી રહેલા નગરજનો અને અગ્રણીઓ સામાન્ય સભામાં ધૂસી જઈને પાલિકા પ્રમુખ કારોબારી અધ્યક્ષ વિરુદ્ધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા.

આ પણ વાંચો : Gujarati Video: Tapi- હજારોની સંખ્યામાં દૂધ સંજીવના યોજના હેઠળના દૂધના પાઉચ નદીમાંથી મળી આવ્યા

અહીં વિચારવા જેવી બાબત એ છે કે વ્યારા નગરપાલિકાના રહીશો વેરા વધારા અને ભ્રષ્ટાચારથી એટલા બધા કંટાળી ગયા હતા કે તેમને સામાન્ય સભામાં આવીને હોબાળો કરવો પડ્યો હતો. સ્થાનિકોનો આક્ષેપ છે કે સત્તા પર બેસેલા સત્તાધિશો તેમની મનમાની કરી રહ્યા છે અને ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે. અને શહેરીજનોના ટેક્સના નાણાનો વેડફાટ કરી રહ્યા છે.

કારોબારી અધ્યક્ષે સ્થાનિકોના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા

એકતરફ જ્યાં સ્થાનિકોએ સામાન્ય સભા માથે કરી ત્યાં બીજી તરફ નગરપાલિકા પ્રમુખ સેજલ રાણા, કારોબારી અધ્યક્ષ કુલીન પ્રધાન સહિત ચીફ ઓફિસર વંદના ડોબરીયા અને બીજેપી હોદ્દેદારો સામાન્ય સભા છોડીને નીકળી ગયા હતા. જો કે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે જ્યારે નગરપાલિકા પ્રમુખને પુછવામાં આવ્યું તો તેઓએ લેખિતમાં ફરિયાદ કરવાનું રટણ કર્યું હતુ. તો કારોબારી અધ્યક્ષે સ્થાનિકોના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે.

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…