રાજ્યના ઘણા એવા વિસ્તારો છે, જ્યાં ઉનાળાની શરૂઆતમાં જ પીવાના પાણીની પળોજણ શરૂ થઈ ગઈ છે. સુરેન્દ્રનગરના ચોટીલાના છેવાડામાં આવેલા ધારૈઈ ગામમાં છેલ્લા 15 દિવસથી પાણી આપવામાં નથી આવ્યું. ગામની મહિલાઓને પીવાનું પાણી ભરવા દૂર દૂર સુધી ભટકવાનો વારો આવ્યો છે.
ગ્રામજનોનો આક્ષેપ છે કે આ અંગે સ્થાનિક તંત્રથી લઈને રાજ્યના પાણી પૂરવઠા પ્રધાન સુધી પાણી અંગે રજૂઆત કરવામાં આવી છે. છતાં હજી સુધી કોઈ જ નક્કર કાર્યવાહી નહીં થતા ગામના અગ્રણીએ સોશિયલ મીડિયાના માધ્યમથી સરકારને ત્વરિતે પાણી આપવા માગ કરી છે.
આ પણ વાંચો: Bhavnagar : ભાવનગરવાસીઓને ઉનાળામાં નહીં પડે પાણીની તકલીફ, મહાનગરપાલિકાએ કર્યું ખાસ આયોજન
આ તરફ સુરેન્દ્રનગરમાં નકલી બિયારણથી ખેડૂતોને લાખોનું નુકસાન થયુ હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. નકલી બિયારણથી વરીયાળીનો પાક નિષ્ફળ ગયો હોવાનો ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે. ખેડૂતોનો આરોપ છે કે વરીયાળી બિયારણ બ્રાન્ડ નામથી નકલી બિયારણ વેચવામાં આવ્યું છે. જેના કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે.
નકલી બિયારણ મુદ્દે ગુજરાત કિસાન એગ્રોએ પણ લેખિતમાં જવાબદારી સ્વીકારી છે. કળમાદ, કુંતલપુર સહિતના ગામોના ખેડૂતો છેતરાયા હોવાની માહિતી મળી રહી છે. નકલી બિયારણના કારણે ખેડૂતોની શિયાળુ સિઝન નિષ્ફળ ગઇ હોવાથી ભારે રોષ જોવા મળી રહ્યો છે તથા આ મામલે ખેડૂતો વળતરની પણ માગ કરી રહ્યા છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…