Gujarati Video : ભોલાવમાં આગથી કરોડોના નુકસાની ઘટનામાં પોલીસે ઘટસ્ફોટ કર્યો, સિક્યુરિટી ગાર્ડે 2 કંપનીઓ ફૂંકી મારી, CCTV Footage જાહેર કરાયા

|

Apr 08, 2023 | 11:26 AM

ભરૂચ શહેરને અડીને ભોલાવ જીઆઇડીસી વિસ્તારમાં આવેલી નર્મદા પેકેજીંગ અને આશાપુરા ટ્રેડિંગ કંપનીમાં 22 માર્ચની વહેલી સવારે આગ લાગવાની ઘટનામાં સિક્યુરિટી ગાર્ડની ધરપકડ કરવામાં આવી છે. આ ગાર્ડે આગ લગાડી હોવાનો ઘટસ્ફોટ થયો છે. પોલીસે મનોજ બકરે નામના સિક્યુરિટી ગાર્ડની ધરપકડ કરી તેના 4 દિવસના રિમાન્ડ મેળવ્યાં છે.

ગત 22 માર્ચે ભરૂચની ભોલાવ જીઆઇડીસી સ્થિત નર્મદા પેકેજીંગ કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટનામાં કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું. ઘટનાની તપાસ શરૂ કરનાર પોલીસને ચોંકાવનારા પુરાવા મલ્યા છે. ઘટના બાદ સીસીટીવી ફૂટેજની તપાસ દરમ્યાન કંપનીનો સિક્યુરીરી ગાર્ડ આગ લગાડતો નજરે પડ્યો હતો. પોલીસે આ ફૂટેજના આધારે મનોજ બકરે નામના સિક્યુરિટી ગાર્ડની ધરપકડ કરી છે. પ્લાસ્ટિકના જથ્થામાં આગ લાગી હોવાથી તેણે ગંભીર સ્વરૂપર ધારણ કરી દીધું હતું. આગની જ્વાળાઓમાં અન્ય એક કંપની પણ ઝપેટમાં આવી ગઈ હતી. આ આગ ક્યાં કારણોસર લગાડવામાં આવી હતી તેની માહિતી બહાર લાવવા પોલીસ પ્રયત્ન કરી રહી છે.

આ પણ વાંચો : Gujarati Video: આખરે કિરણ કુમાર ક્રાઈમ બ્રાંચના તાબામાં, ઘણા ગુનાઓના ખેલાડી મહાઠગ કિરણ પટેલની ગુજરાતથી લઈ કાશ્મીર સુધીની વાંચો Crime Story

ભરૂચ શહેરને અડીને ભોલાવ જીઆઇડીસી વિસ્તારમાં આવેલી નર્મદા પેકેજીંગ અને આશાપુરા ટ્રેડિંગ કંપનીમાં 22 માર્ચની વહેલી સવારે આગ લાગવાની ઘટનામાં સિક્યુરિટી ગાર્ડની ધરપકડ કરવામાં આવી છે. આ ગાર્ડે આગ લગાડી હોવાનો ઘટસ્ફોટ થયો છે. પોલીસે મનોજ બકરે નામના સિક્યુરિટી ગાર્ડની ધરપકડ કરી તેના 4 દિવસના રિમાન્ડ મેળવ્યાં છે. પોલીસે ઘટનાના સીસીટીવી ફૂટેજ જાહેર કર્યા છે. ફૂટેજમાં સિક્યુરિટી ગાર્ડ મનોજ બકરે વહેલી સવારે 7 વાગ્યાના અરસામાં સ્કૂટર પર આવી પ્લાસ્ટિકના જથ્થામાં આગ લગાડતો નજરે પડે છે હતી.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 9:24 am, Sat, 8 April 23

Next Video