Gujarati Video : MS યુનિવર્સિટીમા હિન્દુ દેવી દેવતાના વિવાદાસ્પદ ચિત્રોમા સપડાયેલા વિધાર્થી કુંદનને હાઈકોર્ટેની મોટી રાહત, જુઓ Video મા અપડેટસ

| Edited By: | Updated on: Feb 10, 2023 | 9:19 AM

MSU દ્વારા વિદ્યાર્થીને હાંકી કાઢવાના નિર્ણયને ગુજરાત હાઇકોર્ટે રદ્દ કર્યો છે. હાઈકોર્ટે યુનિવર્સિટીના આદેશને ગેરકાયદેસર ઠેરાવ્યો છે. અને વિદ્યાર્થીને ફાઇન આર્ટ્સ ફેકલ્ટીમાં અભ્યાસ જારી રાખવા આદેશ કર્યો છે.

વડોદરાની MS યુનિવર્સિટીની ફાઇન આર્ટ્સ ફેકલ્ટીમાં હિન્દુ દેવી દેવતાના વિવાદાસ્પદ ચિત્રોના વિવાદમાં સંપડાયેલા વિધાર્થી કુંદનને હાઈકોર્ટે મોટી રાહત આપી છે. MSU દ્વારા વિદ્યાર્થીને હાંકી કાઢવાના નિર્ણયને ગુજરાત હાઇકોર્ટે રદ્દ કર્યો છે. હાઈકોર્ટે યુનિવર્સિટીના આદેશને ગેરકાયદેસર ઠેરાવ્યો છે. અને વિદ્યાર્થીને ફાઇન આર્ટ્સ ફેકલ્ટીમાં અભ્યાસ જારી રાખવા આદેશ કર્યો છે.

આ પણ વાંચો : Gujarati Video : વડોદરામાં કોર્પોરેશનની ઘોર બેદરકારી સામે આવી ! શહેરના તળાવો પર જળકુંભીની ચાદર, જુઓ VIDEO

હિન્દુ દેવી દેવતાના અપમાનજનક ચિત્રોને લઈને ભારે વિવાદ થવાથી યુનિવર્સિટીમાં  સિન્ડિકેટની બેઠક મળી હતી. જેમાં કુંદને ફાઇન આર્ટસ ફેકલ્ટીમાંથી રસ્ટીકેટ કરવાનો નિર્ણય લીધો હતો. એટલું જ નહીં ફાઇન આર્ટ્સ ફેકલ્ટીના ડિન સહિત જવાબદારોને યુનિવર્સિટી દ્વારા શો કોઝ નોટિસ ફટકારવામાં આવી હતી.

આ અગાઉ પણ બિભત્સ ચિત્રોના મામલે ફાઈન આર્ટસ ફેકલ્ટી પણ વિવાદમાં આવી હતી. 2006, 2008, 2017, 2018માં ફાઈન આર્ટસ ફેકલ્ટી વિવાદમા આવી હતી. ત્યારે હવે સમગ્ર મામલે સત્ય શોધક સમિતિએ તપાસ શરૂ કરી હતી. જે અંતર્ગત સત્ય શોધક સમિતિએ ફાઈન આર્ટ્સ ફેકલ્ટીની મુલાકાત લીધી. કમિટીએ પોસ્ટર્સની પણ તપાસ કરી. તપાસ દરમિયાન કમિટીએ વિવિધ ફેકલ્ટીના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને ફરિયાદીની પણ પૂછપરછ કરી હતી. આ અંગે કમિટીના કન્વીનરે જણાવ્યું કે તપાસ કર્યા બાદ તેનો રિપોર્ટ યુનિવર્સિટીને સોંપવામાં આવશે.

Published on: Feb 10, 2023 09:19 AM