Gujarati Video: રખડતા ઢોર મુદ્દે હાઈકોર્ટે AMCને કરી તાકીદ, ઢોર પકડવાની કામગીરી સતત ચાલુ રાખવા આદેશ

Ahmedabad: રખડતા ઢોર મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. જેમાં હાઈકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને તાકીદ કરી છે કે શહેરમાં રખડતા ઢોર પકડવાની કામગીરી સતત ચાલુ રાખવામાં આવે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 13, 2023 | 9:48 PM

રાજ્યમાં રખડતા ઢોરના કારણે લોકોના મોતનો સિલસિલો યથાવત છે. આ મામલે હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. ત્યારે અમદાવાદ શહેરમાં રખડતા ઢોરના ત્રાસને લઈને હાઈકોર્ટે AMCને તાકીદ કરી છે કે રખડતા ઢોર પકડવાની કામગીરી સતત ચાલુ રાખવામાં આવે. અરજદારે કોર્ટમાં રજૂઆત કરી હતી કે રખડતા ઢોર અંગે 24 કલાક મોનિટરિંગ ચાલુ રાખવામાં આવે કારણ કે હજુ પણ રખડતા ઢોરની અડફેટે આવવાથી લોકો ઈજાગ્રસ્ત થઈ રહ્યા છે. આ અંગે આગામી સપ્તાહમાં વધુ સુનાવણી હાથ ધરાશે.

આ તરફ હાઈકોર્ટના આદેશ બાદ સુરત કોર્પોરેશન પમ એક્શન મોડમાં આવી ગયુ છે. સુરત કોર્પોરેશનની ઢોર પકડવાની ટીમે વરાછામાં​​​​​​​ બે ગેરકાયદે તબેલા હટાવી 29 પશુ ખસેડ્યા છે. ઉધનામાં 4 અને રાંદેરમાં 2 મળી કુલ 6 જગ્યા પર ગેરકાયદે તબેલા દૂર કર્યા છે. સુરત કોર્પોરેશને છેલ્લા 15 દિવસમાં 694 રખડતા ઢોર પકડી પાંજરે પૂર્યા છે. જો સુરત અને રાજ્યભરમાં રખડતા ઢોર પકડવાની કામગીરી આ રીતે કરવામાં આવશે તો રાજ્યમાં રખડતા ઢોરના આતંકથી રાહત મળશે.

રાજ્યમાં સર્વે પ્રક્રિયા હાથ ધરાઈ હતી

આ અગાઉ ગુજરાતમાં રખડતા ઢોરના કારણે થતા અકસ્માતોને ધ્યાને લઈને રાજ્ય સરકાર દ્વારા એક સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં લોકોને સૌથી વધુ ઈજા આખલાઓના કારણે થતી હોવાનું સામે આવ્યુ હતુ. ત્યારબાદ નગરપાલિકા અને મહાનગરપાલિકાના ઉપક્રમે સર્વે કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: Gujarati Video: ગુજરાત હાઈકોર્ટે ઈ-ટ્રાફિક કોર્ટ નિમવા રાજ્યના ચીફ સેક્રેટરીને કર્યો આદેશ, તાત્કાલિક કામગીરી કરવા તાકીદ

જેમાં રાજ્યમાં 50 હજારની આસપાસ રખડતા આખલા હોવાનું સામે આવ્યુ હતુ. ત્યારે આ આખલાઓનું ખસીકરણ કરીને તેમની વસ્તી નિયંત્રણમાં લાવી આતંક ઓછો કરવાનો પ્રયાસ કરવાનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેના માટે મેડિકલ એડવાઇસ પણ લેવામાં આવી હતી.

Follow Us:
ગુજરાતવાસીઓને આગામી 5 દિવસ ગરમીથી નહી મળે રાહત !
ગુજરાતવાસીઓને આગામી 5 દિવસ ગરમીથી નહી મળે રાહત !
આ પાંચ રાશિના જાતકોને આજે આવક કરતા ખર્ચમાં થશે વધારો
આ પાંચ રાશિના જાતકોને આજે આવક કરતા ખર્ચમાં થશે વધારો
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
g clip-path="url(#clip0_868_265)">