Gujarati Video : દ્વારકા પંથકમા ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો, ખેડૂતોના પાકને નુકસાન

|

Mar 21, 2023 | 6:49 AM

દેવભૂમિ દ્વારકાના ભાણ ખોખરી, મોટી ખોખરી, રેટા કાલાવડ, ધતુરિયા, લાલ્પરડા, લાલુકા, જૂનીફોટ, સહિતના ગામોમાં ગાજવીજ પવન સાથે વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને કારણે રસ્તા પર પાણી વહેતા થયા હતા. એટલું જ નહીં સ્થાનિક નદીઓમાં પણ નવા નીર આવ્યાં હતા.

ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી બાદ રાજ્યના મોટા ભાગના જિલ્લામાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયેલો છે. ત્યારે ગઈ કાલે દેવભૂમિ દ્વારકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો.

આ પણ વાંચો : Dwarka માં મેગા ડિમોલિશનની કામગીરી પૂર્ણ, હર્ષદ, નાવદ્રા સહિતના વિસ્તારોમાં દબાણો દૂર કરાયા, જુઓ VIDEO

દેવભૂમિ દ્વારકાના ભાણ ખોખરી, મોટી ખોખરી, રેટા કાલાવડ, ધતુરિયા, લાલ્પરડા, લાલુકા, જૂનીફોટ, સહિતના ગામોમાં ગાજવીજ પવન સાથે વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને કારણે રસ્તા પર પાણી વહેતા થયા હતા. એટલું જ નહીં સ્થાનિક નદીઓમાં પણ નવા નીર આવ્યાં છે. તો બીજી તરફ આસપાસના ખેતરોમાં પણ વરસાદી પાણી ભરાયા છે. જેને કારણે ખેડૂતોના પાકને નુકસાન જવાની ભીતિ છે.

કમોસમી વરસાદને પગલે ઘઉં, જીરુ, ચણા, ધાણાનો પાક ધોવાયો

આ તરફ ધોરાજી પંથકમાં પણ કમોસમી વરસાદે તારાજી સર્જી છે. ભારે પવન અને કમોસમી વરસાદને કારણે રવિ પાકને ભારે નુકસાન થયું છે.ધોરાજી પંથકમાં માવઠાને કારણે ઘઉંના તૈયાર પાકને નુકસાન થયું છે. ખેડૂતોનું કહેવું છે કે ચોમાસુ પાકમાં અતિવૃષ્ટિને કારણે કપાસ અને મગફળીનું તૈયાર પાક ધોવાઈ ગયો હતો.બાદમાં ખેડૂતોએ સારા ભાવની આશાએ ચણા, જીરું, ઘાણા, ઘઉં, ડુંગળી સહિતના પાકોનું વાવેતર કર્યું હતું પણ પાક તૈયાર થઈ ગયો અને લણવાનો સમય આવ્યો ત્યારે ભારે પવન ફુંકાવવાને કારણે પાક ઢળી પડ્યો અને ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળિયો છીનવાઈ ગયો. જેથી ખેડૂતોએ તાત્કાલિક સર્વે કરી નુકસાનીનું વળતર આપવા માગ કરી છે.

Next Video