Gujarati Video : કચ્છ અને ગીર સોમનાથમાં વહેલી સવારે ધીમી ધારે વરસાદ , જખૌ પોર્ટ પર ભારે પવનને કારણે બોટ ફંગોળાઇ

|

Mar 24, 2023 | 12:47 PM

Gujarat Rain : આગાહી અનુસાર ગુજરાતમાં અનેક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. ગીર સોમનાથ, કચ્છ જિલ્લામાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. તો કચ્છમાં જખૌ પોર્ટ પર ભારે પવન ફુંકાઇ રહ્યો છે.

ઉનાળાની શરુઆત થઇ ગઇ હોવા છતા ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલ છવાયેલો છે. છેલ્લા ચાર-પાંચ દિવસથી ગુજરાતમાં અલગ અલગ વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. આગાહી અનુસાર ગુજરાતમાં અનેક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. ગીર સોમનાથ, કચ્છ જિલ્લામાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. તો કચ્છમાં જખૌ પોર્ટ પર ભારે પવન ફુંકાઇ રહ્યો છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર કચ્છ જિલ્લાના અબડાસાના જખૌ પોર્ટ પર ભારે પવન ફુંકાઇ રહ્યો છે. બદલાયેલા વાતાવરણ વચ્ચે ભારે પવન સાથે કરન્ટ જોવા મળી રહ્યો છે. જખૌ પોર્ટ પર ભારે પવનને કારણે બોટ કિનારા નજીક ફંગોળાતી જોવા મળી રહી છે. અબડાસાના જખૌ પોર્ટ પર ભારે પવન ફુંકાઇ રહ્યો છે.

ગીર સોમનાથમાં ફરીથી ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. તાલાળા, સુત્રાપાડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં માવઠું પડ્યુ છે. ધાવા, આંકોલવાડી, સુરવા સહિતના ગામોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. ગીરસોમનાથ જીલ્લામાં સતત માવઠાનો માર થઇ રહ્યો છે. તાલાલાના છેવાડાના ગામ જાવંત્રી વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો છે. વરસાદથી બાગાયતી પાકના ખેડૂતો પરેશાન થયા છે. વરસાદથી કેરીના પાકને ખુબ મોટું નુકસાન થવાની સંભાવના છે.

તો અમરેલીના વડિયા તાલુકાના ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો છે. સવારથી જ વાદળોથી ઘેરાયેલા આકાશ અને પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. વરસાદના પગલે રસ્તા ઉપર પાણી વહેતા થયા છે.

Published On - 12:44 pm, Fri, 24 March 23

Next Video