Gujarati Video : રાજકોટમાં 45 મિનિટમાં પોણો ઇંચ વરસાદ, યાર્ડમાં બીજીવાર ખેડૂતોની જણસી અને મેહનત બંને પર પાણી ફરી વળ્યું

| Edited By: | Updated on: Mar 22, 2023 | 4:29 PM

રાજકોટના (Rajkot) જેતપુરમાં મુશ્કેલીનો વરસાદ વરસ્યો છે. યાર્ડમાં બીજીવાર ખેડૂતોની જણસી પર પાણી ફરી વળ્યું છે. ત્રણ દિવસ પૂર્વે પણ યાર્ડમાં ખેડૂતોની જણસી પલળી હતી.

રાજકોટ શહેરમાં 45 મિનિટમાં પોણા ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જેના કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. બીજી તરફ માર્કેટિંગ યાર્ડમાં બીજીવાર ખેડૂતોની જણસી પર પાણી ફરી વળ્યું છે. ખેડૂતોની આખા વર્ષની મહેનત પર પાણી ફરી વળ્યુ છે. તો રાજકોટ જિલ્લામાં લોધિકા, ધોરાજી, જેતપુર સહિતના વિસ્તારમાં પાણી ફરી વળ્યા છે.

આખા વર્ષની મહેનત પાણીમા પલળી

રાજકોટના જેતપુરમાં મુશ્કેલીનો વરસાદ વરસ્યો છે. યાર્ડમાં બીજીવાર ખેડૂતોની જણસી પર પાણી ફરી વળ્યું છે. ત્રણ દિવસ પૂર્વે પણ યાર્ડમાં ખેડૂતોની જણસી પલળી હતી. જોકે એકવાર નુકસાન થવા છતા યાર્ડના સત્તાધિશો હજુ નિંદ્રાધીન જોવા મળ્યા. મરચાની ભારીઓ, ઘઉં, ધાણા સહિતનો પાક પલળી ગયો છે. બેવડા મારથી ખેડૂતોની હાલત દયનિય બની છે.

ઠેર ઠેર પાણી ભરાયા

રાજકોટમાં વરસાદના પગલે યુનિવર્સિટી રોડ નજીક પાણી ભરાયા છે,તો વાહનચાલકોને ભારે હાલાકી થઇ રહી છે. ગઈકાલે પણ રાજકોટ શહેર અને જિલ્લામાં વરસાદ પડયો હતો. જિલ્લામાં પડેલા વરસાદથી ખેડૂતોના પાકને નુકસાન પહોચ્યું છે. આજે ફરી કમોસમી વરસાદ વરસતા ખેડૂતો માટે ચિંતાજનક સ્થિતિ બની છે.

લોધિકાના ખીરસરા ગામમાં ભારે વરસાદ

રાજકોટના લોધિકામાં કમોસમી વરસાદથી ખેડૂતો પરેશાન જોવા મળી રહ્યા છે. લોધિકાના ખીરસરા ગામમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદથી ખેતરો અને રસ્તા પર પાણી ફરી વળ્યા છે. કમોસમી વરસાદથી ઘઉં, ચણા, જીરૂં સહિતના તૈયાર પાકને ભારે નુકસાન પહોંચ્યું છે.