Gujarati Video : રાજકોટ અને જુનાગઢના ખેડૂતો માટે સારા સમાચાર, ભાદર ડેમ-1માંથી પિયત માટે પાણી છોડાશે
અધિકારીના જણાવ્યા પ્રમાણે ભાદર-1 ડેમમાં હાલ 18.90 ફૂટ જેટલો એટલે કે 16.90 MCFT ફૂટ પાણીનો જથ્થો છે. જેમાંથી ભાદર સિંચાઈ વિભાગ દ્વારા 1000 MCFT પાણીનો જથ્થો પ્રી-ખરીફ પાકના સિંચાઈ માટે આપવામાં આવશે જેનાથી પાકને બે વાર પાણ મળી રહેશે.
રાજકોટ(Rajkot) અને જૂનાગઢ જિલ્લાના 45 ગામના ખેડૂતો(Farmers) માટે સારા સમાચાર છે. આ ગામના ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે તે માટે ભાદર-1 ડેમમાંથી ઓવરણ પાકના પિયત માટે પાણી છોડવામાં આવ્યું છે.. ગત વર્ષ ખૂબ સારા વરસાદને પગલે ભાદર ડેમ-1 ડેમ ચોમાસામાં ઓવરફલો થયો હતો. જેને કારણે ડેમમાં ઉનાળો પૂરો થવા આવ્યો છતાં નોંધપાત્ર પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.
જેથી સિંચાઈ વિભાગે ઓવરણ પાક માટે પાણી આપવાનો નિર્ણય લેવાયો હતો. જે અંતર્ગત ઓવરણ પાક માટે ભાદર કેનાલમાં 1000 MCFT પાણી છોડવામાં આવ્યું છે.. આ પાણી થકી 45 ગામોની 4500 હેકટર જમીનના 4200 ખેડૂતોને પ્રીખરીફ પાકના પિયત માટે પાણી મળી રહેશે.
ભાદર-1 ડેમમાં હાલ 18.90 ફૂટ જેટલો એટલે કે 16.90 MCFT ફૂટ પાણીનો જથ્થો
આ ઉપરાંત જે ખેડૂતો કેનાલનું પાણી મેળવવા ઈચ્છતા હોય તે ફોર્મ ભરી શકે છે.. અધિકારીના જણાવ્યા પ્રમાણે ભાદર-1 ડેમમાં હાલ 18.90 ફૂટ જેટલો એટલે કે 16.90 MCFT ફૂટ પાણીનો જથ્થો છે. જેમાંથી ભાદર સિંચાઈ વિભાગ દ્વારા 1000 MCFT પાણીનો જથ્થો પ્રી-ખરીફ પાકના સિંચાઈ માટે આપવામાં આવશે જેનાથી પાકને બે વાર પાણ મળી રહેશે.
સિંચાઈ માટે પાણી આપ્યા બાદ પણ જેતપુર, રાજકોટ, વીરપુર, અમરનગર જૂથ યોજના અને ખોડલધામને 31 ઓગષ્ટ સુધી પીવાનું પાણી મળી રહે તેટલો પાણીનો જથ્થો અનામત રાખવામાં આવ્યો છે.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો