Vadodara: ભરૂચમાં(Bharuch) લૂંટ કરીને ભાગી રહેલ ગેંગના સાગરિતો વડોદરાથી ઝડપાયા છે. જેમાં શિનોર પોલીસે નાકાબંધી દરમિયાન સેગવા ચોકડીથી આરોપીઓ ઝડપ્યા છે. જેમાં પોલીસની ટીમે દિલધડક રીતે કારમાં સવાર 3 આરોપીને ઝડપી પાડ્યા છે.જ્યારે અન્ય કારમાં સવાર આરોપીઓ રાજપીપળા તરફ ભાગ્યા છે. આ ફરાર આરોપીઓને ઝડપવા અંતરિયાળ વિસ્તારોમાં પોલીસનું ઓપરેશન ચાલી રહ્યું છે. આ સમગ્ર ઘટનામાં ભરૂચના ઝનોરમાં બંદૂકની અણીએ 200 તોલા સોનાની લૂંટ કરી હતી.
સૂત્રો અનુસાર સોનાના દાગીનાનો વેપારી ઝણોરમાં દાગીનાની ડિલિવરી આપવા જઈ રહ્યો હતો ત્યારે બે કારમાં આવેલા લૂંટારૃઓએ ઝનોર નજીક તેની કારણે આંતરી ઉભી રખાવી હતી. આ બે કારમાં સવાર 4 થી 5 લોકો પિસ્ટલ જેવા હથિયાર સાથે ઉતર્યા હતા જેણે સોનાના દાગીનાના વેપારીને હથિયાર બતાવી તેની પાસેના 2 કિલો સોનાના દાગીના અને અંદાજિત 5લાખ રૂપિયા લૂંટી લઈ ફરાર થઇ ગયા હતા.
અમદાવાદના જવેલર્સ ભરૂચ જિલ્લાના જ્વલર્સ પાસે દાગીનાના ઓર્ડર લઈ તેની સમયાંતરે ડિલિવરી આપવા આવતા હોય છે. આ બાબત લૂંટારૃઓના ધ્યાને આવી જતા આજે અમદાવાદના માણેકચોકના જવેલર્સ મુકેશ ત્રિલોકચંદ સોની ઝનોર તરફ જઈ રહ્યા હતા ત્યારે બે કાર તેમની કારની આગળ -પાછળ ચાલવા લાગી હતી.
વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક
Published On - 10:48 pm, Fri, 23 June 23