Ahmedabad : <a href="https://tv9gujarati.com/gujarat/ahmedabad/ahmedabad-cid-crime-team-reunites-72-people-who-went-missing-from-rath-yatra-2023-crowd-786073.html">અમદાવાદ</a> શહેરની મધ્યમાંથી પસાર થતી સાબરમતી નદીના પ્રદૂષણ મામલે કોર્ટ મિત્રએ કરેલા સોગંદનામામાં સ્ફોટક ખુલાસા થયા છે. જેમાં ખાનગી સોસાયટીઓનું ગંદુ પાણી હજુ નદીમાં ઠલવાતું હોવાની રજૂઆત થઈ છે. તો MEGAએ 7થી વધુ ગેરકાયદે કનેક્શન અંગે GPCB, AMCને જાણ કરી.જેની બાદ AMC અને GPCBએ હાથ ધરેલી સંયુક્ત તપાસમાં 500 ગેરકાયદે કનેક્શન મળ્યાં છે. જ્યારે 14 STP પ્લાન્ટમાંથી ટ્રીટ કરાયેલ પાણીના 50 ટકા નમૂના ફેલ સાબિત થયા છે. વિંઝોલના 103 કરોડના STP પ્લાન્ટમાં અનેક ગેરરીતિ સામે આવી છે. જેમાં દૂષિત પાણીનો ઈન ફ્લો અને આઉટ ફલો ના જાળવવા બદલ ઓપરેટરને 1.25 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. GPCBએ અમદાવાદના 9 પ્લાન્ટને શો કોઝ નોટિસ ફટકારી છે.