Gujarati Video: રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાંથી મળેલા છોડ ગાંજાનો નહીં હોવાનું FSL માં તારણ, SIT કરશે વધુ તપાસ, સમગ્ર શહેરના શૈક્ષણિક સંકુલોમાં પણ કરાયુ ચેકિંગ

|

Apr 15, 2023 | 12:39 PM

Rajkot: મારવાડી યુનિવર્સિટીમાંથી મળેલા કથિત ગાંજાના છોડ મામલે નવો વળાંક આવ્યો છે. FSLના રિપોર્ટમાં મળી આવેલો છોડ ગાંજો નહીં હોવાનું તારણ આવ્યુ છે. સમગ્ર શહેરના શૈક્ષણિક સંકુલોમાં પણ ચેકિંગ કરવામાં આવ્યુ છે.

રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાંથી કથિત ગાંજાના છોડ મળવાના કેસમાં નવો વળાંક આવ્યો છે. FSLના પ્રાથમિક તારણ પ્રમાણે મળી આવેલો છોડ ગાંજો ન હોવાનો પોલીસનો દાવો છે. ગાંજાની તપાસ માટે કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ફરિયાદ દાખલ થઈ છે. સમગ્ર કેસમાં ઉંડાણપૂર્વકની તપાસ માટે SITની રચના કરાઈ છે. તપાસ માટે DCP ઝોન-1, ACP ક્રાઇમ બ્રાન્ચ અને SO સહિતના અધિકારીઓની ટીમ તૈયાર કરાઈ છે.

જ્યાં છોડ વાવેલા છે ત્યાં આફ્રિકાના દેશોમાંથી આવેલા વિદ્યાર્થીઓ રહે છે. આ છોડ તે લોકોએ વાવ્યા છે કે કેમ તે હજુ તપાસનો વિષય છે. ગુરૂવારે રાત્રે મારવાડી યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલ પાસે ગાંજાના છોડ હોવાની માહિતી સામે આવી હતી. મીડિયા જ્યારે પહોંચ્યું ત્યારે યુનિવર્સિટીની બહારના ભાગમાં આવેલા ખેતરમાં આગ લાગેલી હતી અને મૂળમાંથી છોડ ઉખાડી નાખ્યા હોવાનું જોવા મળ્યું હતું. એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે છોડ ઉખાડીને બાજુના ખેતરમાં સળગાવી દેવાયા હોઈ શકે છે.

આ પણ વાંચો: Panchmahal : તાજપુરી ગામમાં 39 કિલો ગાંજાના છોડ ઝડપાયા, ગોધરા SOGએ મુદ્દામાલ સહિત ખેતર માલિકની કરી ધરપકડ, જુઓ Video

ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ પણ આ ઘટનાને ગંભીર ગણાવી SITની રચના કરવાની જાહેરાત કરી છે. શૈક્ષણિક સંકુલ તેમજ યુનિવર્સિટીઓમાં પોલીસની અલગ અલગ ટીમે ચેકિંગ હાથ ધર્યુ. જો કે અંતે જણાવાયું કે ગાંજો હતો જ નહીં. જો કે આ ઘટનાબાદ શહેરભરના તમામ શૈક્ષણિક સંકુલોમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 10:58 am, Sat, 15 April 23

Next Video