Gujarati Video: અમરેલીમાં સતત છઠ્ઠા દિવસે માવઠાથી લોકો થયા ત્રસ્ત, નદીઓમાં આવ્યા પાણી
ગઈકાલે પણ અમરેલીમાં રાજુલાના ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. જેમાં બાબરીયાધારની ઘીયળ નદીમાં પુર આવ્યું હતું
અમરેલી જિલ્લાના ધારી તેમજ ગીર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં સતત છઠ્ઠા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. આજે અમરેલી જિલ્લાના ધારી, તેમજ ગીર પથંકના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. તો ગોપાલ ગ્રામ, ચલાલા , મીઠાપુર, ખીચા, સરસિયા, સાવરકુંડલા સહિતના ગામોમાં વરસાદ પડ્યો હતો.
આ પણ વાંચો : Valsad : તિથલમાં જીવના જોખમે સહેલાણીઓ મોજ માણતા જોવા મળ્યાં, જુઓ Video
અમરેલીમાં પડ્યો ધોધમાર વરસાદ
ગઈકાલે પણ અમરેલીમાં રાજુલાના ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. જેમાં બાબરીયાધારની ઘીયળ નદીમાં પુર આવ્યું હતું અને તેના ધસમસતા પ્રવાહ વચ્ચે ટ્રક તણાયો હતો. જેમાં જી.આર.ડી જવાનો દ્વારા 5 માણસોને નદી માંથી રેસ્ક્યુ કરી બચાવ્યા હતા. જયારે બાબરીધાર બર્બટાણા વિસ્તારમાં 3 ઇંચ કરતા વધુ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી.
Latest Videos