નવસારીના બીલીમોરામાં ગેસની લાઇનમાં આગ લાગતા અફરાતફરી મચી ગઇ હતી. બીલીનાકા પાસે ખોદકામ દરમ્યાન મુખ્ય ગેસ લાઇનમાં જેસીબી મશીન અથડાઇ જતા આગ લાગી. આ આગને કારણે નજીકમાં રહેલી ખાણીપીણીની લારી બળીને ખાખ થઇ ગઇ છે. મામલાની જાણ થતાં બીલીમોરા અને ગણદેવી ફાયર વિભાગની ટીમે સ્થળ પર પહોંચી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 6:32 pm, Sun, 9 April 23