Gujarati video: માવઠાને કારણે અગરિયાઓ મૂકાયા મુશ્કેલીમાં, મીઠાનું ઉત્પાદન થયું ઓછું

|

Mar 25, 2023 | 10:53 PM

અમરેલી જિલ્લાના રાજુલા અને જાફરાબાદના દરિયા કાંઠે ચાંચ બંદર, ખેરા, સમઢીયાળા, પટવા, વિકટર, પીપાવાવ, ભેરાઇ, જાફરાબાદ, વઢેરા, ધારાબંદર, રોહિસા સહિતના વિસ્તારોમાં મીઠું પકવવામાં આવે છે.

રાજ્યમાં પડેલા કમોસમી વરસાદના કારણે ધરતીપુત્રોને તો નુકસાન થયું જ છે સાથે સાથે અમરેલી જિલ્લામાં આવેલા દરિયાકાંઠે રાજુલા અને જાફરાબાદ વિસ્તારનો મીઠા ઉદ્યોગને  પણ માવઠાનો માર સહન કરવાનો વારો આવ્યો છે. આ વિસ્તારમાં હજારોની સંખ્યામાં રહેતા અગરિયા મીઠું પકવી ગુજરાન ચલાવે છે, પરંતુ કમોસમી વરસાદને કારણે અગરિયાઓને મોટું આર્થિક નુકસાન થયું છે.

અમરેલી જિલ્લાના રાજુલા અને જાફરાબાદના દરિયાકાંઠે ચાંચ બંદર, ખેરા, સમઢીયાળા, પટવા, વિકટર, પીપાવાવ, ભેરાઈ, જાફરાબાદ, વઢેરા, ધારાબંદર, રોહિસા સહિતના વિસ્તારોમાં મીઠું પકવવામાં આવે છે. આ તમામ વિસ્તારના અગરિયાઓ હાલ હાલાકીનો સામનો કરી રહ્યા છે. અગરિયાઓનું માનીએ તો નુકસાન મોટું છે, પરંતુ હજુ સુધી સરકાર તરફથી કોઈ સરવે કરવામાં આવ્યો નથી. ત્યારે ખેડૂતોની સાથે અગરિયાઓને પણ સરકાર તરફથી આર્થિક સહાય મળે તેવી માગ ઉઠી છે.

માવઠા અંગે રાહતના સમાચાર

રાજ્યમાં માવઠાથી પરેશાન ખેડૂતો માટે રાહતના સમાચાર મળી રહ્યા છે. હવે ગુજરાતમાં હાલ કમોસમી વરસાદ નહીં પડે. આગામી પાંચ દિવસના વાતાવરણને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્ય પરથી માવઠાનું સંકટ દૂર થયું છે. હાલ રાજ્યમાં કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાથી માવઠાની કોઈ સંભાવના નથી.

બીજી તરફ હવામાન વિભાગે રાજ્યમાં તાપમાન વધવાની આગાહી કરી છે. ઉત્તર પશ્ચિમી પવનને કારણે ફરી ગરમીનો પારો વધશે. આગામી દિવસોમાં ચારથી પાંચ ડિગ્રી તાપમાન વધી શકે છે. આગામી 24 કલાક રાજ્યમાં સૌરાષ્ટ્ર- કચ્છમાં વરસાદની આગાહી છે તો બીજી તરફ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડશે. આવતીકાલથી વરસાદનું જોર ઘટશે.

Published On - 10:34 pm, Sat, 25 March 23

Next Video