Gujarati Video : નવસારીમાં ખેડૂતોએ પાવર ગ્રીડ પ્રોજેક્ટનો કર્યો વિરોધ, Videoમાં જોવા મળ્યો ખેડૂતોનો આક્રોશ

Gujarati Video : નવસારીમાં ખેડૂતોએ પાવર ગ્રીડ પ્રોજેક્ટનો કર્યો વિરોધ, Videoમાં જોવા મળ્યો ખેડૂતોનો આક્રોશ

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 08, 2023 | 12:43 PM

પાવર ગ્રીડ વીજ લાઈનના કારણે ખેડૂતોના બાગાયત પાકને મોટુ નુકસાન થાય તેવી શકયતા છે. જેથી ખેડૂતોએ જમીન સંપાદનમાં ફેર વિચારણા કરવા માટે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને રજૂઆત કરી હતી.

પહેલા બુલેટ ટ્રેન પછી એક્સપ્રેસ હાઈવે ત્યારબાદ હવે પાવર ગ્રીડ પ્રોજેક્ટ નવસારીના ખેડૂતો માટે માથાનો દુ:ખાવો બન્યો છે. પાવર ગ્રીડ વીજ લાઈનના કારણે ખેડૂતોના બાગાયત પાકને મોટુ નુકસાન થાય તેવી શકયતા છે. જેથી ખેડૂતોએ જમીન સંપાદનમાં ફેર વિચારણા કરવા માટે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને રજૂઆત કરી હતી. ખેડૂતોએ બાગાયત વિસ્તારને બદલે કોસ્ટલ એરિયામાં પ્રોજેક્ટ નાખવા ભલામણ કરી હતી. પાવર ગ્રીડની લાઈન ખેતીવાડી વિસ્તારમાંથી દરિયા કિનારા વિસ્તારમાં જઈ રહી છે.

આ પણ વાંચો : Navsari : રાજ્યમાં શ્વાન કરડવાની ઘટનામા સતત વધારો, નવસારીમાં વધુ 4 લોકોને હડકાયા શ્વાન કરડવાથી લોકોમાં ચિંતાનો માહોલ

પાવર ગ્રીડ કોર્પોરેશને 750 KV અને 400 KV માટે વીજ લાઈન નાખવાનો નિર્ણય કર્યો છે. જલાલપુર અને ગણદેવીના તાલુકાના 45 ગામોમાંથી લાઈન પસાર થનાર છે. જેથી ખેડૂતોએ વળતરને લઈને વિરોધ કર્યો છે. બીજી તરફ હાઈટેન્શન લાઈન અંગે થયેલા વાંધાઓની સુનાવણી થઈ હતી. અસરગ્રસ્તોને રજૂઆત માટે મુદ્દત નહીં આપવામાં આવતા વિરોધ થયો હતો.

ખેડૂતો સાથે થયો અન્યાય

નવસારી જિલ્લાના જલાલપોર અને ગણદેવી તાલુકામાંથી પસાર થનારી પાવર ગ્રીડ પ્રોજેક્ટના જમીન સંપાદન સરકારે જૂની જંત્રી પ્રમાણે ખેડૂતોને વળતર ચૂકવવાનો નિર્ણય કર્યો હતો. જેને કારણે નવસારી જિલ્લાના 59 ગામના ખેડૂતોએ ભેગા મળીને તેનો વિરોધ નોંધાવ્યો હતો. આ સમગ્ર બાબતને લઈને જલાલપુર તાલુકાના 42 અને ગણદેવી તાલુકાના 17 ગામોના ખેડૂતોની મીટીંગ યોજવામાં આવી હતી.

Published on: Mar 08, 2023 12:29 PM
g clip-path="url(#clip0_868_265)">