Gujarati VIDEO : નવસારીમાં 20 વિદ્યાર્થીનીઓને ફુડ પોઈઝનિંગની અસર, જિલ્લા આરોગ્યની ટીમ પહોંચી ઘટનાસ્થળે

જમવામાં ખીચડી અને ચણાની દાળ ખાધા બાદ ફુડ પોઈઝનિંગની અસર વર્તાઈ હતી.બીજી તરફ ઘટનાની જાણ થતા જ જિલ્લા આરોગ્યની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 21, 2023 | 7:24 AM

Navsari : નવસારીના વાંઝણા ગામની કસ્તુરબા ગાંધી વિદ્યાલયની 20 વિદ્યાર્થીનીઓને ફુડ પોઈઝનિંગની અસર થઈ છે. જમવામાં ખીચડી અને ચણાની દાળ ખાધા બાદ ફુડ પોઈઝનિંગની અસર વર્તાઈ હતી.બીજી તરફ ઘટનાની જાણ થતા જ જિલ્લા આરોગ્યની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. હાલ તમામની શાળામાં જ સારવાર કરવામાં આવી રહી છે.

ખીચડી અને ચણાની દાળ ખાધા બાદ ફુડ પોઈઝનિંગની અસર

થોડા દિવસો અગાઉ ભાવનગરના પાલિતાણામાં ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી હતી. ધાર્મિક પ્રસંગમાં ભોજન લીધા બાદ 200 થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. બાદમાં તમામ લોકોને હાલ સારવાર હેઠળ નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આપને જણાવી દઈએ કે, પાલિતાણાના તળાવ વિસ્તારમાં એક ધાર્મિક પ્રસંગ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભોજન લીધુ હતુ. જે બાદ લોકોને ફુડ પોઈઝનિંગની અસર થતા શહેરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તો બીજી તરફ ઘટનાની જાણ થતા જ સ્થાનિક આગેવાનો પણ હોસ્પિટલ દોડી આવ્યા હતા.

ફૂડ પોઈઝનિંગ શા માટે થાય છે ?

ખોરાકમાં રહેલી અશુદ્ધિઓ પેટમાં પહોંચવાને કારણે ફૂડ પોઇઝનિંગ થાય છે. ક્યારેક આવા બે ખોરાકનું મિશ્રણ હોય છે અને ક્યારેક તે ખોરાક રાખવાથી થાય છે. ઘણી વખત ગંદુ પાણી પીવાથી અને ધોયા વગરના ફળો અને શાકભાજી ખાવાથી પણ તે ફૂડ પોઈઝનિંગનું કારણ બને છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">