Kutch : ભચાઉના કુડા ગામ પાસેથી ઝડપાયું જુગારધામ, 29.50 લાખના મુદ્દામાલ સાથે 22 શખ્સો ઝડપાયા, જુઓ Video
લોકલ ક્રાઇમ બ્રાન્ચે ભચાઉના કુડા ગામે દરોડા પાડ્યા હતા. આ દરમિયાન જુગાર રમતા 22 શખ્યો ઝડપાયા હતા. લોકલ ક્રાઇમ બ્રાન્ચે સ્થળ પરથી કુલ રૂ.29.50 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે.
Kutch : રાજ્યમાં અવાર નવાર જુગારધામ ઝડપાવાની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે વધુ એક આવી ઘટના કચ્છમાં (Kutch) સામે આવી છે. ભચાઉના કુડા ગામ પાસેથી જુગાર ધામ ઝડપાયું છે. કુડા ગામે ફાર્મ હાઉસ પર જુગાર રમતા 22 શખ્સો ઝડપાયા છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચે શખ્સોને ઝડપી પાડી તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો Kutch: અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાના પુત્રને ખાણ ખનિજ વિભાગે ફટકાર્યો દંડ- જુઓ Video
મળતી માહિતી મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ભચાઉના કુડા ગામે દરોડા પાડ્યા હતા. આ દરમિયાન જુગાર રમતા 22 શખ્યો ઝડપાયા હતા. લોકલ ક્રાઇમ બ્રાન્ચે સ્થળ પરથી કુલ રૂ.29.50 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. આ શખ્સો સુરેન્દ્રનગર અને મોરબીથી જુગાર રમવા આવ્યા હતા. આ દરમિયાન લોકલ ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાયા છે.
કચ્છ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest Videos