Gujarati Video: બોટાદ માર્કેટિંગ યાર્ડમાં જીરાની મબલખ આવક, ભાવ 6500 રૂપિયા સુધીનો મળતો હોવાથી ખેડૂતો ખુશખુશાલ

Gujarati Video: બોટાદ માર્કેટિંગ યાર્ડમાં જીરાની મબલખ આવક, ભાવ 6500 રૂપિયા સુધીનો મળતો હોવાથી ખેડૂતો ખુશખુશાલ

| Edited By: | Updated on: Feb 27, 2023 | 10:57 PM

આ વર્ષે સિઝનનો રેકોર્ડ બ્રેક 6,595 રૂપિયા સુધીનો ભાવ ખેડૂતોને મળ્યો છે. આ સાથે જ જીરાનું વાવેતર આ સિઝનમાં સારું થયું હોવાથી બોટાદ માર્કેટ યાર્ડમાં રોજની 10 હજાર મણ જીરુની આવક થઈ રહી છે. જે ગત વર્ષની સરખામણીએ બમણી છે.

બોટાદનું માર્કેટ યાર્ડ આમ તો કપાસ માટે વખણાય છે, પરંતુ આ વર્ષે બોટાદ માર્કેટ યાર્ડમાં જીરાની મબલખ આવક જોવા મળી રહી છે. બોટાદ માર્કેટ યાર્ડમાં જીરાની રેકોર્ડ બ્રેક આવક અને રેકોર્ડ બ્રેક ભાવ મળતા ખેડૂતોમાં ખુશીની લહેર છે. ગત વર્ષે ખેડૂતોને જીરાનો ભાવ પ્રતિમણ 2500થી 3500 રૂપિયા આવક મળતી હતી. જેના આ વર્ષે 6500 રૂપિયા મળી રહ્યા છે.

સાથે જ આ વર્ષે સિઝનનો રેકોર્ડ બ્રેક 6,595 રૂપિયા સુધીનો ભાવ ખેડૂતોને મળ્યો છે. આ સાથે જ જીરાનું વાવેતર આ સિઝનમાં સારું થયું હોવાથી બોટાદ માર્કેટ યાર્ડમાં રોજની 10 હજાર મણ જીરુની આવક થઈ રહી છે. જે ગત વર્ષની સરખામણીએ બમણી છે તો આગામી દિવસોમાં જીરૂની 10થી 15 હજાર મણની આવક થવાની સંભાવના છે.

નોંધનીય છે કે રાજ્યમાં ખેડ઼ૂતોની પરિસ્થિતિ એવી છે કે ક્યાંક ખેડ઼ૂતો ખુશખુશાલ છે અને કયાંક ખેડૂતો બેહાલ છે. નોંધનીય છે કે સૌરાષ્ટ્રના ખેડૂતો ડુંગળીના ભાવથી પરેશાન છે અને ડુંગળીના તળિયે જતા ભાવને કારણે ખેડૂતો  ચિંતામાં છે તો બીજી તરફ કપાસ અને જીરાની આવક વધારે મળતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા છે.

જાન્યુઆરી માસમાં ગોંડલમાં જીરાનો ભાવ 36,001 રૂપિયા બોલાયો હતો

માર્કેટિંગ યાર્ડમાં જીરુની આવક આવવાની શરૂ થઈ ગઈ છે અને ખાસ તો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં હરાજી માટે જીરુ લઈને આવેલા ખેડૂતોને જીરુના સારા ભાવ મળતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા હતા. જીરૂની હરાજીમાં મણનો ભાવ નવા જીરું 36001 રૂપિયા બોલાયો હતો.  જાન્યુઆરી માસમાં પ્રથમ નવા જીરૂની 1500 ગુણીની આવક જોવા મળી હતી. હરાજીમાં 36 હજાર જેટલો ઉંચો ભાવ બોલાતા ખેડૂતો અતિશય આનંદમાં જોવા મળ્યા હતા અને  ખેડૂતો તથા વેપારીઓએ પરસ્પર હારતોરા કરીને મીઠાઈ વહેંચી હતી.

ગોંડલ યાર્ડ ખાતે નવા જીરુની 3 ગુણી આવક

ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે જીરુંના આટલા બધા ભાવ મળતા ખેડૂતોએ એકબીજાના મોં મીઠા કરાવવા પેંડા વહેંચ્યા હતા અને આનંદ વ્યક્ત કર્યો હતો. ગુજરાતના અવ્વલ ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, કર્ણાટક, ઉતર પ્રદેશ, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાંથી વેપારીઓ ખરીદી કરવા આવે છે.