Gujarati Video : મહેસાણાના ઊંઝાના સૂણોક નજીકથી નકલી જીરાની ફેક્ટરીનો પર્દાફાશ, 11.99 લાખનો મુદ્દામાલ જપ્ત

Gujarati Video : મહેસાણાના ઊંઝાના સૂણોક નજીકથી નકલી જીરાની ફેક્ટરીનો પર્દાફાશ, 11.99 લાખનો મુદ્દામાલ જપ્ત

| Edited By: | Updated on: May 18, 2023 | 7:15 AM

આ રેડ દરમિયાન મહેસાણા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે પણ રેડ કરી.જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે રેડ કરતા જ ગાંધીનગર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ ત્યાંથી રવાના થઇ ગઇ બાદમાં મહેસાણા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે 3 હજાર 996 કિલો નકલી જીરું સહિત 2.79 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

મહેસાણાના(Mehsana)  ઊંઝાના સૂણોક નજીકથી નકલી જીરાની(Cumin) ફેક્ટરીનો પર્દાફાશ થયો છે.વરિયાળીમાં પથ્થરનો પાવડર મિક્સ કરી ગોળની રસીમાં ભેળવી નકલી જીરું બનાવાતું હતું.આ સાથે અસલી જીરુંમાં નકલી જીરું મિક્સ કરી ઉત્તરપ્રદેશ સહિતના અન્ય રાજ્યોમાં વેચાણ કરાતું હતુ.નકલી જીરુંની ફેક્ટરી પર સૌપ્રથમ ગાંધીનગર ફૂડ વિભાગની ટીમે રેડ પાડી 20 હજાર 596 કિલો નકલી જીરું સહિત 11.99 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો.

આ રેડ દરમિયાન મહેસાણા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે પણ રેડ કરી.જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે રેડ કરતા જ ગાંધીનગર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ ત્યાંથી રવાના થઇ ગઇ બાદમાં મહેસાણા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે 3 હજાર 996 કિલો નકલી જીરું સહિત 2.79 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

મહેસાણા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: May 18, 2023 06:30 AM