Gujarati Video : સુરતમાં અબ્રામાને નવો તાલુકો જાહેર કરવા કવાયત શરૂ

| Edited By: | Updated on: May 19, 2023 | 12:59 PM

સુરત મહાનગર પાલિકામાં 27 જેટલા ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે વરાછાની બાજુમાં જ આવેલા અબ્રામા ગામ અને તેની આજુ બાજુના વિસ્તારનો ખાસો વિકાસ થયો છે. શહેરી વિસ્તારમાં આવેલા અડાજણ તાલુકામાંથી વિભાજન કરીને અબ્રામા તાલુકો બનાવવા માટે મહેસૂલ વિભાગ દ્વારા સૈધ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.

સુરતમાં (Surat) નવો તાલુકો(Taluka)જાહેર કરવામાં આવશે. અબ્રામાને(Abrama)નવો તાલુકો જાહેર કરવા માટે મહેસુલ વિભાગ દ્વારા કવાયત શરૂ કરી દેવામાં આવી છે. આગામી દિવસોમાં આ અંગે મહેસૂલ વિભાગ સત્તાવાર નોટીફિકેશન બહાર પાડવામાં આવશે. સુરત શહેરની વસ્તી દિવસે-દિવસે વધી રહી છે. છેલ્લા દસેક વર્ષમાં શહેરની વસ્તીમાં સ્ફોટક વધારો થયો છે. જેમાં ખાસ કરીને વરાછા અને તેની આજુબાજુના વિસ્તારમાં છેક કામરેજ સુધી વસ્તીમાં વધારો થયો છે.

હાલમાં જ સુરત મહાનગર પાલિકામાં 27 જેટલા ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે વરાછાની બાજુમાં જ આવેલા અબ્રામા ગામ અને તેની આજુ બાજુના વિસ્તારનો ખાસો વિકાસ થયો છે. આ વિસ્તારના વિકાસ અને વસ્તીને ધ્યાને રાખીને શહેરી વિસ્તારમાં આવેલા અડાજણ તાલુકામાંથી વિભાજન કરીને અબ્રામા તાલુકો બનાવવા માટે મહેસૂલ વિભાગ દ્વારા સૈધ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published on: May 19, 2023 12:38 PM