Gujarati video : ધોરણ-12નું પરિણામ જાહેર થવા અંગે શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરે વ્યક્ત કરી ખુશી, જાણો શું કહ્યુ ?

|

May 02, 2023 | 11:55 AM

Gandhinagar News : કુલ 140 કેન્દ્રો પર પરીક્ષા યોજવામાં આવી હતી. માર્ચ 2023માં કુલ 2023 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા જેનું 65.58 ટકા પરિણામ આવ્યું છે. સૌથી ઊંચું પરીણામ આ વખતે હળવદ કેન્દ્રનું આવ્યું છે.

ગુજરાતના શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરે ધોરણ -12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવા પર ખુશી વ્યક્ત કરી હતી. કુંબેર ડીંડોરે જણાવ્યુ હતુ કે ધોરણ 12 સાયન્સની પરીક્ષામાં એ, બી અને એબી ગ્રૂપના મળીને રેગ્યુલર 1.10 લાખ અને રીપિટર 16 હજાર જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેનું 65.58 ટકા પરિણામ જાહેર થયું છે.

આ પણ વાંચો-GUJCET 2023 નું પરિણામ થયું જાહેર, B ગ્રૂપમાં ઉતીર્ણ થનારાઓમાં વિદ્યાર્થી કરતાં વિદ્યાર્થીની વધુ

કુલ 140 કેન્દ્રો પર પરીક્ષા યોજવામાં આવી હતી. માર્ચ 2023માં કુલ 2023 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા જેનું 65.58 ટકા પરિણામ આવ્યું છે. સૌથી ઊંચું પરીણામ આ વખતે હળવદ કેન્દ્રનું આવ્યું છે, જેની ટકાવારી 90.41 ટકા થાય છે. જ્યારે સૌથી ઓછું 22 ટકા લીમખેડાનું પરિણામ આવ્યું છે.

ધોરણ-12 સાયન્સની પરીક્ષામાં ઉપસ્થિત રહેલા નિયમિત ઉમેદવારોની સંખ્યા 1,10,042 હતી જેનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. ઉચ્ચત્તર માધ્યમિક શાળાંત પ્રમાણપત્રને પાત્ર નિયમિત ઉમેદવારોની સંખ્યા 72,166 છે.

રાજ્યમાં સૌથી ઊંચું મોરબી જિલ્લાનું 83.22% પરિણામ આવ્યું છે, પાછલા વર્ષે સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો રાજકોટ હતો જ્યાંનું પરિણામ 85.78% આવ્યું હતું. આ વર્ષે સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો દાહોદનું 29.44% પરિણામ આવ્યું છે. પાછલા વર્ષે સૌથી ઓછું પરિણામ દાહોદ જિલ્લાનું 40.19% આવ્યું હતું.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Video