Gujarati Video : કચ્છમાં ફરી ધ્રુજી ધરતી, 3.3ની તીવ્રતાનો ભૂકંપનો ઝટકો અનુભવાયો, જુઓ Video

Gujarati Video : કચ્છમાં ફરી ધ્રુજી ધરતી, 3.3ની તીવ્રતાનો ભૂકંપનો ઝટકો અનુભવાયો, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 08, 2023 | 8:20 AM

કચ્છમાં આજે વહેલી પરોઢે 3.42 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો છે. આ અગાઉ પણ કચ્છમાં 4 માર્ચે ભૂકંપનો આચકો અનુભવાયો હતો.

ગુજરાતમાં ફરી એક વાર ધરા ધ્રુજી છે. કચ્છમાં આજે વહેલી પરોઢે 3.42 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો છે. કચ્છના ભચાઉથી ઉત્તર, ઉત્તર પૂર્વ દિશમા ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું છે. કચ્છમાં વહેલી પરોઢે આવેલા ભૂકંપ જમીનની અંદર 10 કી.મી.ની ઊંડાઈએથી આવ્યો હતો. ભૂકંપને કારણે જાનમાલના નુકસાનના કોઈ અહેવાલ હજુ સુધી સામે આવ્યા નથી.

આ પણ વાંચો : Breaking News: ભરઉનાળે કચ્છના રાપરમાં વીજળી પડતા યુવાનનું મોત, ગ્રામજનોમાં શોકનું મોજુ ફરી વળ્યુ,જુઓ VIDEO

ફેબ્રુઆરીમાં વારંવાર ધ્રુજી ગુજરાતની ધરા

8 માર્ચના રોજ વહેલી સવારે કચ્છમાં 3.42 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો
4 માર્ચના રોજ સવારે કચ્છમાં 10.49 કલાકે 3.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
27 ફેબ્રુઆરીની મોડી રાત્રે 1:42 મિનીટે અમરેલીના ખાંભા નજીક ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
26 ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાનમાં આવેલા 4.3ની તીવ્રતાના ભૂકંપના કારણે રાજકોટમાં આંચકા અનુભવાયા.
24 ફેબ્રુઆરીના રોજ સવારે 11.50 કલાકે અમરેલીમાં 3.1ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો
23 ફેબ્રુઆરીએ રાત્રે 11.35 કલાકે અમરેલીમાં 3.4ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો
23 ફેબ્રુઆરીના રોજ અમરેલી પાસે સવારે 9.6 કલાકે 3.1ની તીવ્રતાનો ભૂકંપો આંચકો અનુભવાયો.
20 ફેબ્રુઆરીના રોજ કચ્છના દુધઈ પાસે સવારે 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો.
19 ફેબ્રુઆરીના રોજ અમરેલી પાસે સવારે 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો.
14 ફેબ્રુઆરીના રોજ તાપીના ઉકાઇમાં સવારે 2.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો.
12 ફેબ્રુઆરીના રોજ રાત્રે 2.44 કલાકે તાલાલાથી 7 કિમી દૂર 2.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
11 ફેબ્રુઆરીના રોજ બપોરે 1.51 કલાકે કચ્છના દુધઈમાં 3.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
11 ફેબ્રુઆરીના રોજ રાત્રે 12.52 કલાકે સુરતમાં 3.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
9 ફેબ્રુઆરીના રોજ કચ્છના દુધઈમાં બપોરે 1.45 કલાકે 3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
8 ફેબ્રુઆરીના રોજ કચ્છના ભચાઉમાં સાંજે 9.08 કલાકે 3.0 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
6 ફેબ્રુઆરીના રોજ સૌરાષ્ટ્રના અમરેલીમાં સાંજે 9.10 કલાકે 3.2 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
5 ફેબ્રુઆરીના રોજ કચ્છના ભચાઉમાં સવારે 11.11 કલાકે 3.1 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
4 ફેબ્રુઆરીના રોજ સૌરાષ્ટ્રના ગોંડલમાં સાંજે 8.15 કલાકે 2.5 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
4 ફેબ્રુઆરીના રોજ સૌરાષ્ટ્રના અમરેલીમાં સવારે 7.51 કલાકે 3.2 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
4 ફેબ્રુઆરીના રોજ સૌરાષ્ટ્રના અમરેલીમાં રાત્રે 10.47 કલાકે 2.8 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

 

g clip-path="url(#clip0_868_265)">