Gujarati Video: રાજકોટમાં માવઠાને કારણે ખેડૂતોના પાકને નુકસાન, યાર્ડમાં ઘઉં, જીરા સહિતની જણસો પલળી જતા બેવડો માર

|

Mar 06, 2023 | 5:48 PM

Rajkot: જિલ્લાના ખેડૂતોને માવઠાને કારણે રડવાનો વારો આવ્યો છે. ખેતરમાં ઉભા પાકને માવઠાને કારણે નુકસાન પહોંચ્યુ છે તો બીજી તરફ યાર્ડમાં ઘઉં, જીરા, સહિતનો પાક પલળી જતા ખેડૂતોને પડતા પર પાટુ જેવી સ્થિતિ સર્જાઈ છે.

રાજકોટ જિલ્લામાં કમોસમી વરસાદને પગલે અનેક તાલુકા પ્રભાવિત થયા છે. તેમાં જસદણ માર્કેટ યાર્ડની વાત કરવામાં આવે તો અહીં મોટા પ્રમાણમાં ખેડૂતોનો પાક પલળી ગયો છે. ખેડૂતોનો તૈયાર માલ કે જે યાર્ડ સુધી પહોંચી ગયો હોવા છતા પલળી ગયો જેના પગલે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતોએ યાર્ડ તંત્રની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે.

ખેડૂતોનું કહેવું છે કે, વરસાદની આગાહી હોવા છતા યાર્ડે માલ ખુલ્લામાં ઉતારવાની ફરજ પાડી હતી. કહેવામાં આવી રહ્યું છેકે, યાર્ડે 8 કરોડ રૂપિયાના ખર્ચે શેડ બનાવ્યો છે. માવઠાની આગાહી હોવા છતા અને ખેડૂતોએ અનેક વખત રજૂઆત કરી હોવા છતા માલ ખુલ્લામાં ઉતારવામાં આવ્યો હતો, જેના પગલે ખેડૂતોનો ઘઉં, જીરૂ અને ધાણા સહિતનો પાક તણાઈ ગયો. ખેડૂતો માંગ કરી રહ્યા છે કે, આ નુક્સાની યાર્ડ તંત્ર ભોગવે.

તો આ તરફ માર્કેટ યાર્ડના સત્તાધિશોને આ અંગે સવાલ કરવામાં આવ્યા તો જવાબમાં ગલ્લાતલ્લા જ સાંભળવા મળ્યા. APMC સેક્રેટરીને જ્યારે પૂછવામાં આવ્યું કે, હવામાન વિભાગની આગાહી હોવા છતાં ખેડૂતોનો પાક શા માટે ખુલ્લામાં મુકવામાં આવ્યો છે. ત્યારે તેમણે સ્વીકાર્યું કે, તેમને આ અંગે કોઈ જાણકારી નહોંતી તેમ છતા યાર્ડની કોઈ બેદરકારી છે તે સ્વીકારી રહ્યા નથી.

IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024

આ પણ વાંચો: Gujarat News : કૃષિ વિભાગને સોંપાયેલા રિપોર્ટે ખેડૂતોને કર્યા નિરાશ, શિયાળામાં થયેલા માવઠામાં કોઇ નુકસાન ન થયાનો રિપોર્ટમાં ઉલ્લેખ

યાર્ડમાં ખેડૂતોને 20 લાખથી 25 લાખ રૂપિયાનું નુક્સાન ગયું છે. APMCના ડિરેક્ટરે યાર્ડના કર્મચારીઓની બદેરકારી હોવાનો આક્ષેપ કર્યો છે. ડિરેક્ટરના કહેવા પ્રમાણે 5 દિવસથી આગાહી અંગે રજૂઆત કરવામાં આવી હતી અને શેડમાં જગ્યા હોવા છતા ખેડૂતોને માલ ખુલ્લામાં મુકવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા. સાથે જ સવાલ ઉઠાવ્યો કે જો યાર્ડમાં વ્યવસ્થા ન હતી તો ખેડૂતોને માલ લાવવા પર મનાઈ કરવી જોઈતી હતી તે ન કરવામાં આવી.

Next Article