Gujarati Video: ડીસા નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદને લઈને અસંતોષ, બંને પદ પર બ્રાહ્મણ ઉમેદવારની વરણીથી 14 સભ્યોમાં અસંતોષ

|

Sep 13, 2023 | 6:56 PM

Banaskantha: બનાસકાંઠાની ડીસા નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની પદની વરણીને લઈને 14 સભ્યોમાં અસંતોષનો ઉકળતો ચરૂ જોવા મળ્યો છે. 14 સભ્યોએ આ અંગે જિલ્લા ભાજપ પ્રમુખને રજૂઆત કરી છે. જોકે સૂત્ર દ્વારા મળતી વિગતો અનુસાર આ 14 સભ્યોએ રાજીનામાં આપ્યા હોવાની પણ જાણકારી સામે આવી છે.

Banaskantha: બનાસકાંઠાની ડીસા નગરપાલિકામાં આજે પ્રમુખ અને ઉપપ્રમુખ પદની વરણીને લઈ ભારે અસંતોષ જોવા મળ્યો છે. પ્રમુખ અને ઉપપ્રમુખ બંને પદ પર બ્રાહ્મણ ઉમેદવારોની વરણી થતાં 14 જેટલા ચૂંટાયેલા સભ્યોએ બળવો ફૂંક્યો છે. નારાજ સભ્યોએ જિલ્લા ભાજપ પ્રમુખ સાથે બેઠક કરીને ઉગ્ર રજૂઆત કરી છે. આધારભૂત સૂત્રોના જણાન્યા મુજબ 14 સભ્યોએ જિલ્લા ભાજપ પ્રમુખને લેખિતમાં રાજીનામા આપી દીધા છે. જોકે સમગ્ર વિવાદને લઈ બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખે કંઈપણ કહેવાનો ઈનકાર કર્યો છે.

મહત્વનું છે કે છેલ્લા એક અઠવાડિયાથી ડીસામાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદને લઈને વાતાવરણ ગરમાયેલું હતું. પૂર્વ અને વર્તમાન ધારાસભ્યોના બે જૂથ સામસામે આવી ગયા હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. જોકે ભાજપના હોદ્દેદારોએ આવો પાર્ટીમાં કોઈ જૂથવાદ હોવાનો ઈનકાર કર્યો છે.

આ પણ વાંચો: Gandhinagar: કલોલ તાલુકા પંચાયતમાં સત્તા પલટો, ભાજપના બબીતા સાકરજી બન્યા તાલુકા પ્રમુખ, કોંગ્રેસના ત્રણ સભ્યો ગૂમ થવા પર વિધાનસભામાં કોંગ્રેસે કર્યો હતો વિરોધ

Input Credit- Atul Trivedi- Banaskantha 

બનાસકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 6:55 pm, Wed, 13 September 23

Next Video