Gujarati Video : સીએમ ભૂપેન્દ્ર પટેલના પહેરવેશને લઇને ચર્ચા, પીએમ મોદીની હાજરીમાં ખાદીના કપડામાં જોવા મળ્યા

Gujarati Video : સીએમ ભૂપેન્દ્ર પટેલના પહેરવેશને લઇને ચર્ચા, પીએમ મોદીની હાજરીમાં ખાદીના કપડામાં જોવા મળ્યા

Kinjal Mishra
| Edited By: | Updated on: May 12, 2023 | 5:31 PM

સીએમ ભૂપેન્દ્ર પટેલ પ્રથમ વાર ખાદીના કપડામાં જોવા મળ્યા હતા. આજે દાદા ક્રિમ શર્ટ અને ખાખી રંગના પેન્ટમાં જોવા મળ્યા હતા. તેમજ હંમેશા ઇનશર્ટમાં જોવા મળતા દાદા આજે ઇનશર્ટ વિના જોવા મળ્યા હતા.

ગુજરાતની(Gujarat)  એક દિવસની મુલાકાતે આવેલા પીએમ મોદીનું(PM Modi)  સીએમ ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ એરપોર્ટ પર સ્વાગત કર્યું હતું. જો કે સામાન્ય રીતે સફેદ શર્ટ અને બ્લેક પેન્ટમાં જોવા મળતા સીએમ ભૂપેન્દ્ર પટેલ અલગ પહેરવેશમાં જોવા મળ્યા હતા. દાદાનો આ અલગ અંદાજ રાજ્યભરના ચર્ચાનો વિષય બન્યો છે. જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ પ્રથમ વાર ખાદીના કપડામાં જોવા મળ્યા હતા. આજે દાદા ક્રિમ શર્ટ અને ખાખી રંગના પેન્ટમાં જોવા મળ્યા હતા.

તેમજ હંમેશા ઇનશર્ટમાં જોવા મળતા દાદા આજે ઇનશર્ટ વિના જોવા મળ્યા હતા. જો કે તેમનો આ અંદાજ પીએમ મોદીના આવવાના લીધે આજના દિવસ પૂરતો જ છે કે આગામી દિવસોમાં પણ તે ખાદી જ પહેરશે તે અંગે હજુ કોઇ સત્તાવાર માહિતી મળી નથી.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published on: May 12, 2023 01:49 PM
g clip-path="url(#clip0_868_265)">