Surat: ગણેશ ઉત્સવમાં નાસિક બાદ હવે શિક્ષિત ઢોલ વાદક મંડળી આકર્ષણનું કેન્દ્ર બનશે. સુરતના ગણેશોત્સવમાં એન્જિનિયર, વકીલ, શિક્ષકો સહિત યુવક અને યુવતીઓ પરંપરાગત ઢોલ વગાડશે. 14 કિલોનો ઢોલ ગળામાં ટિંગાડીને ઢોલ વગાડશે. 3 મહિના પહેલાથી યુવક અને યુવતીઓ ખાસ ઢોલ વગાડવાની પ્રેક્ટિસ કરે છે. આ ગ્રુપમાં મહિલાઓએ પણ ઉત્સાહભેર ભાગ લીધો છે.
ગ્રુપના મહિલા સભ્યએ કહ્યું. જ્યારથી ગ્રુપની સ્થાપના થઈ છે. ત્યારથી હું જોડાયેલી છું. ગણપતિ ઉત્સવના ત્રણથી ચાર મહિના પહેલા પ્રેક્ટિસની શરૂઆત કરી છે. શનિવારે અમે ઢોલનું મેન્ટેનન્સ અને રવિવારે પ્રેક્ટિસ કરીએ છીએ. કલેશ્વરનાથ ઢોલ ગ્રુપના આયોજકે કહ્યું, ગ્રુપમાં 20થી 25 જેટલી યુવતીઓ છે. આ ગ્રુપમાં ઉચ્ચ શિક્ષણ ડિગ્રી ધરાવનાર યુવક અને યુવતીઓ છે. અમારી સંસ્થા રજીસ્ટર છે અને કોઈપણ સભ્ય પાસેથી ફી લેવામાં આવતી નથી.
સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો